GUJARATMULISURENDRANAGAR

સરલા ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં રોડા નાખતા મુળી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ

ખોટી રીતે સરપંચ પાસેથી ભાજપ શાસિત પંચાયતને પરેશાન કરતાં ઉપપ્રમુખ - રાજુભાઈ સરપંચ

તા.14/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ખોટી રીતે સરપંચ પાસેથી ભાજપ શાસિત પંચાયતને પરેશાન કરતાં ઉપપ્રમુખ – રાજુભાઈ સરપંચ

મુળી તાલુકાનાં સરલા ગ્રામ પંચાયત દ્વારા સતત વિકાસ કામો ચાલુ છે ત્યારે ભાગબટાઈ માટે સરપંચને પરેશાન કરી રહ્યા છે ભાજપના મુળી તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ રીટાબેન મનસુખભાઇ લબકામણા ભુગર્ભ ગટરકામ બાબતે ખોટીરીતે સરપંચને હેરાનગતિ કરવામાં આવે છે અને કામો બાબતે અવરોધ ખુદ ભાજપના ઉપપ્રમુખ મેદાનમાં આવતા ગામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો છે સરલા સરપંચ રાજુભાઈએ જણાવ્યું હતું કે પંચાયત દ્વારા ઉપપ્રમુખનું ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવેલ હતું ત્યારે ઉપપ્રમુખ દ્વારા અમોને દરેક વિકાસના કામોમા અમોને ભાગ આપવામાં નહીં આવે તો અમો તમારા કામ બાબતે રજુઆત કરી પેમેન્ટ રોકવામાં આવશે જો ભાગ આપશો તો જ અમો અરજી કે રજુઆત નહીં કરીએ તેમ સરપંચ દ્વારા જણાવ્યું હતું જયારે સરલા ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ઉપપ્રમુખ દ્વારા ખોટી રીતે રૂપિયા લેવા માટે હેરાન કરવામાં આવે છે જયારે ભાજપના જ સરપંચ સામે મુળી તાલુકા પંચાયત ઉપપ્રમુખએ રજુઆત ખોટી રીતે કરતાં ચકચાર ફેલાઈ છે ગામજનોએ જણાવ્યું હતું કે સરપંચ અને પંચાયત સારા વિકાસના કામો કરે છે અને ગુણવતા યુકત કામો થાય ત્યારે ભાગબટાઈ માટે સરપંચ ઉપર ખોટી રીતે દબાણ ઊભુ કરવામાં આવે છે તે નિદનિય બાબત છે આ બાબતે સરપંચ રાજુભાઈ ભાજપના ઉચ્ચ હોદેદારો ને આ બાબતે રજુઆત કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button