જૂનાગઢ લોકસભા ચૂંટણીને લઈને ફોર્મ ચકાસણી પૂર્ણ : ૨૬ માંથી ૨૨ ફોર્મ માન્ય
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આગામી તારીખ 7 મે ના રોજ લોકસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં જુનાગઢ જિલ્લામાંથી અલગ અલગ પક્ષના 17 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં અત્યાર સુધીમાં ઉમેદવારોએ પોતાના 26 જેટલા ફોર્મ ભરી કલેકટરને રજૂ કર્યા હતા. જેમાંથી 26 ફોર્મમાંથી 22 ફોર્મ ઉમેદવારી માટે માન્ય રાખવામાં આવ્યા છે. જુનાગઢ જિલ્લામાંથી કોંગ્રેસ, ભાજપ, બીએસપી અને રાઇટ ટુ રિકોલ પાર્ટી સહિતના 15 ઉમેદવારોએ લોકસભા ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો આગામી 22 તારીખ સુધી પોતાનું ફોર્મ પાછું ખેંચી શકશે.
જુનાગઢ કલેક્ટર અનિલ રાણા વસીયાએ જણાવ્યું હતું કે તે જુનાગઢ લોકસભા સીટ માટે 12 તારીખથી લઈને 19 તારીખ સુધીમાં 26 ફોર્મ રજૂ થયા હતા.અલગ અલગ પાર્ટીના 17 જેટલા ઉમેદવારોએ આ ફોર્મ રજુ કર્યા હતા. જેની ચકાસણી કરતા 26 માંથી ચાર ફોર્મ અમાન્ય રહ્યાને 22 ફોર્મ માન્ય રહ્યા છે. કુલ 15 જેટલા ઉમેદવારોના આ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. આ તમામ 15 ઉમેદવારો 22 તારીખ સુધીમાં પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. અને 22 તારીખ પછી ઉમેદવારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. અને ત્યારબાદ બેલેટ પેપર અને પોસ્ટલ પેપરની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે.





