GUJARATNAVSARI

નવસારી વિજલપોર નગરપાલિકામાં અઢી વર્ષ માટે 17 કમિટીના નવનિયુક્ત ચેરમેન ની નિમણુંક કરાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી વિજલપોર નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે 17 કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. નવસારી વિજલપોર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. જોકે નગરસેવકો વચ્ચે મુખ્ય સમિતિઓ મુદ્દે અને પાલિકાના મુખ્ય ખાતાની લહાણી બાબતે સભા ભારે ખેંચાતાણી સર્જાઈ હતી 11:30 સભા શરૂ થવાની હતી જે ખેંચાતાણ વચ્ચે 1 વાગ્યા બાદ સભા શરૂ થઈ હતી.
નવસારી વિજલપોર પાલિકાના સરદાર પટેલ સભાખંડમાં નવનિયુકત પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ અને ઉપપ્રમુખ સુનિલ પાટીલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. જોકે પાલિકા પ્રમુખ મીનલબેન દેસાઈ ની અધ્યક્ષતામાં કમિટીની રચના તો કરવામાં આવી છે.પણ ચેરમેન પદ માટે અમુક નિમણુંક હોદ્દેદારોમાં નારાજગી જોવા મળી હતી. જ્યારે કોંગ્રેસના તેજલબેન વિરોધ નોંધાવી સભાનું બહિષ્કાર કર્યો હતો.હસ્તાક્ષર કરી સભાથી અળગા રહ્યા હતા. ભારે ખેંચતાણ વચ્ચે નવી ટર્મમાં નવસારી વિજલપોર નગરપાલિકામાં એકઝીકયૂટીવ કમિટીના ચેરમેન તરીકે પિયુષ ગજેરા, પબ્લીક વર્કસ કમિટી ચેરમેન અલકાબેન પટેલ, વોટર વર્કસ કમિટી ચેરમેન ચેતન પટેલ, ઉપદંડક વિજય રાઠોડને મોટર ગેરેજ સમિતિ, બાંધકામ સમિતિના ચેરમેન પદે અલકા પટેલ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન પદે છાયા દેસાઈ અને મહત્વની વોટર વર્ક્સ સમિતિના ચેરમેન પદે ચેતન પટેલની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત પાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેન પદે જયાબેન લાંજેવાર અને ગુમાસ્તર ધારા અને માર્કેટ સમિતિ બનાવી ગુલાબચંદ તિવારીને ચેરમેન બનાવ્યા છે.આ સભામાં નવનિયુક્ત ચેરમેન પદ માટે  સભામાં નો રિપીટર બાબતે સુર ઉઠતાં પાલિકા પ્રમુખ મીનલ બેન દેસાઈ એ જણાવ્યું હતું કે નવનિયુક્ત ચેરમેન પદ માટે “નો રિપીટર જેવું કંઈજ નહીં” નવા ચહેરાઓને તક આપી છે.બધા ભેગા મળીને વિકાસના કામો પૂર્ણ કરીશુ, નવા નિમણૂક હોદેદારોને નગરસેવકો અને સમર્થકોએ શુભકામના પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button