BSNL ટેલીફોન એક્ષચેન્જમાં થયેલ ઘરફોડ ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી ચોરાયેલ મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી વેડચ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.ચૌધરી સાહેબ જંબુસર વિભાગ તથા C.P.। શ્રી એચ.વી.રાઠોડ જંબુસર સર્કલ નાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુના અંગે પરીણામલક્ષી કાર્યવાહી કરવા જણાવેલ હોય જેના ભાગરૂપે BSNL ટેલીફોન એક્ષચેન્જમાં અલગ-અલગ ત્રણ જગ્યાએ થયેલ ઘરફોડ ચોરીના ગુનાને ગણતરીના કલાકમાં શોધવામાં સફળતા મળેલ છે. વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગજેરા તથા સારોદ ગામે BSNL ટેલીફોન એક્ષચેન્જમાં ઓફિસનુ તાળુ તોડી એક્ષચેન્જ રૂમમાં રાખેલ અલગ અલગ કંપનીના એરકંડીશનરના આઉટડોર તેમજ ઈનડોર યુનીટ તથા બેટરીઓ તથા બે ઇન્વર્ટરની બેટરીની ચોરી થયા અંગેની ફરીયાદ વેડચ પો.સ્ટે દાખલ કરવામાં આવેલ જે અંગે પો.સ.ઈ ડી.એ.તુવર નાઓએ તાત્કાલીક અલગ-અલગ ટીમ બનાવી તથા આમોદ પોલીસની મદદ મેળવી બાતમી તથા ટેક્નીકલ સર્વેલન્સ આધારે કુલ-૦૨ આરોપીઓ પકડી પાડેલ. આરોપીઓની સઘન પુછપરછ કરતા આરોપીઓએ નીચે મુજબના ગુનાઓ કર્યાની કબુલાત કરેલ જેના આધારે આરોપીઓ પાસેથી નીચે મુજબનો ચોરાયેલ મુદ્દામાલ તથા ગુનાના કામે ઉપયોગમાં લીધેલ વાહનો રીકવર કરેલ છે. * પકડાયેલ આરોપીઓની વિગત (૧) મોહસીન ઉર્ફે સિલકત સલીમભાઈ પટેલ ઉ.વ.૪૨ રહે.ઈખર, તા.આમોદ જિ.ભરૂચ (૨) મકબુલ ઉર્ફે ગલુડ અબ્દુલ્લાભાઈ પટેલ ઉ.વ.૩૯ રહે.આછોદ,ચોકી ફળીયું તા.આમોદ જિ.ભરૂચ * શોધાયેલ ગુનાઓ: (૧) વેડચ પો.સ્ટે ગુ.ર.ન ૦૩૨૭/૨૦૨૩ ઈ.પી.કો.૪૫૪,૪૫૭,૩૮૦ (૨) વેડચ પો.સ્ટે ગુ.ર.નં ૦૩૨૮/૨૦૨૩ ઈ.પી.કો.૪૫૪,૪૫૭,૩૮૦ (૩) પાલેજ પો.સ્ટે ગુ.ર.નં.૦૪૦૫/૨૦૨૩ ઈ.પી.કો.૪૫૪,૪૫૭,૩૮૦ મુદામાલઃ- ૫ કબ્જે કરેલ (૧) LG કંપનીના એ.સી. નંગ- ૦૨ કિંમત રૂ. ૪૦,૦૦૦/- (ર) Hitachi કંપનીના એ.સી.ના આઉટડોર યુનિટ- ૦૩ કિંમત રૂ. ૮,૦૦૦/- (3) 600 Ah RBL કંપનીની બેટરી નંગ- ૨૪ કિંમત રૂ. ૨,૦૦,૦૦૦/- (૪) Tata Ace (છોટા હાથી) GJ-16-AU-0353 કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/- (૫) Maruti Suzuki ECCO GJ-16-DG-0372 કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/- કબ્જે કરેલ મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૬,૪૮,૦૦0/- “ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓના નામ:- પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી ડી.એ.તુવર અ.હે.કો રાકેશભાઇ ત્રિભોવનભાઇ આ.હે.કો કિરીટસિંહ લક્ષ્મણસિંહ અ.પો.કો જગદીશભાઈ ગંગદાસભાઈ અ.પો.કો ભરતદાન કરશનદાન અ.પો.કો હાર્દિકભાઈ કિશોરભાઈ
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





