BANASKANTHAKANKREJ

થરાના દાનવીરદાતાએ રાવળ વિકાસ મંચ પ્રેરીત પાટણ રાવળ યોગી સમાજના યોજાનાર સમુહ લગ્નમાં દાન અર્પણ કર્યું.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી જલારામ મંદિરના ટ્રસ્ટી શ્રી જલાબાપાના પરમ ભક્ત થરા ઠક્કર સમાજના અગ્રણી વંચિત પરિવારોના મસીહા ગરીબોના બેલી એવા ઠક્કર અચરતલાલ શિવરામભાઈ ના ધર્મપત્ની મુક્તાબેન અચરતલાલ ઠક્કર તરફથી પાટણ રાવળ યોગી સમાજના સમુહ લગ્નમાં એમના સુપુત્રો નિરંજનભાઈ,હર્ષદભાઈ તરફથી ૧૧,૧૧૧/- અગીયાર હજાર એકસોને અગિયાર રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું.પાટણ શહેરમાં અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી રાવળ વિકાસ મંચ દ્વારા દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે તા.૧૫/૧૨/૨૦૨૩ના રોજ સમાજના જરૂરિયાત મંદ વર્ગ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ૨૨ નવ યુગલો સમાજની સાક્ષીએ સમાજના રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગરવ માડનાર છે.આ સમૂહ લગ્નનો મુખ્ય ઉદેશ સમાજનુ સામાજિક અને શૈક્ષણિક સંકુલ ના નિર્માણ માટે આર્થિક સહયોગ મળે તેવા ઉમદા આશય થી આવી સેવાકીય પ્રવૃતિઓ કરી રહેલ હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.ત્યારે રાવળ વિકાસમંચ ની આ સમાજ લક્ષી પ્રવૃતિને બિરદાવવા અને સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવા બદલ થરાના સેવાભાવી અચરતલાલ ઠક્કર પરિવાર દ્વારા રોકડ દાન રાવળ વિકાસ મંચના પ્રમુખ દશરથભાઈ કે.રાવળ કસલપુરા, મહામંત્રી રાવળ પ્રવિણભાઈ ઉપપ્રમુખ પ્રહલાદભાઈ રાવળ, રમેશભાઈ રાવળ,રાવળ જીગ્નેશભાઈ સહિતના આગેવાનો ની ઉપસ્થિતમા અર્પણ કરી સમૂહ લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે રાવળ વિકાસ મંચ દ્વારા થરાના ઠક્કર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button