AHAVADANG

ડાંગ: નિલશાક્યા ગામની ભુલી પડેલ મહિલાને 181 અભયમ ની ટીમે પરીવાર સાથે મિલન કરાવ્યુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાના ચીચીનાગાવઠા ગામે ભુલી પડેલ નિલશાક્યા ગામની મહિલાને 181 અભયમ/સખી વન સ્ટોપ સેન્ટર ટીમ દ્વારા પરીવાર સાથે સુ:ખદ મિલન કરાવ્યુ હતુ. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.1/5/2023 ના રોજ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા ચિચીનાગાવઠાથી ભૂલી પડેલી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર આહવા ખાતે લાવવામા આવી હતી. જ્યા આ મહિલાને સેન્ટર ખાતે આશ્રય આપવામા આવ્યો હતો. અહિં સેન્ટરના કર્મચારીઓ દ્વારા આ  મહિલાનુ કાઉન્સેલિંગ કરતા તેઓ આહવા તાલુકાના નિલશાક્યા ગામના રહેવાસી હોવાનુ જણાયુ હતુ.

સેન્ટરના કર્મચારી દ્વારા નિલશાક્યા ગામની એક બહેનને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રૂબરૂ બોલાવી મહિલાની ઓળખ કરી હતી. જે બાદ ગામના સરપંચનો સંપર્ક કરીને મહિલાના વાલીને જાણ કરાઇ હતી.
તા.3/5/2023 ના રોજ મહિલાના માતા અને ગામના ઉપ સરપંચ સેન્ટર ખાતે આ મહિલાને લેવા આવ્યા હતા. જેમા જાણવા મળેલ કે, છેલ્લા 3 વર્ષથી મહિલાની માનસિક સ્થિતિ સારી ના હોવાથી તેઓ ઘરેથી નીકળી જાય છે. જેથી સેન્ટરના કર્મચારી દ્વારા મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી સારવાર લઈ માટે જવામા આવ્યા હતા. જ્યા માનસિક  વિભાગના ડોક્ટર દ્વારા મહિલાનુ કાઉન્સેલિંગ કરીને દવાઓ આપવામા આવી હતી. સાથે જ વધુ સારાવાર અર્થે ફરી વાર હોસ્પિટલ આવવા જણાવ્યુ હતુ. આશ્રીત મહિલાના પરીવારજનો મહિલાને ઘરે લઈ જવા માંગતા હોવાથી સેન્ટરના કર્મચારીઓ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની હાજરીમા ઘરે પુનઃ સ્થાપન કરવામા આવી હતી.

[wptube id="1252022"]
Back to top button