GUJARATNARMADATILAKWADA

તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12 ના વિધાયર્થીઓને ફૂલ / પેન અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો

વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે

*તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12 ના વિધાયર્થીઓને ફૂલ / પેન અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો*

*વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે*

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્‍ય– વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા આજ રોજ તા. ૧૧મી માર્ચથી શરૂ થઈ રહી છે ત્યારે આ પરીક્ષા નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ અને સુરક્ષા તથા વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં નર્મદા  જિલ્લામાં ધોરણ-૧૦ માં જિલ્લાના 9143 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૦૫ પરીક્ષા કેન્દ્રો ખાતે 4899 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં 1270 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ત્યરે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આવેલી શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે પણ ધોરણ 10 માં કુલ 476 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 માં કુલ 422 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે આ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવા માં આવી છે ત્યારે આ વિદ્યાર્થીઓ ને ફૂલ બોલપેન અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવી શાળા માં પ્રવેશ આપવામાં આવ્યો. આ પરીક્ષા માટે પોલીસ સુરક્ષા / વીજ પુરવઠો તથા આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે

બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્‍લોકમાં CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે. જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઇ પણ વ્‍યકિત કેમેરામાં નજર કેદ થશે તો તેના વિરુદ્ધ કેમેરાના ફુટેજના આધારે આવી વ્‍યકિતઓ સામે નિયમાનુસાર શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ પણ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ વ્યવસ્થા સાથે દવાઓનો પૂરતો જથ્‍થો પણ પરીક્ષા કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્‍ધ કરાવવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button