
Morbi:મોરબીના મયુર બ્રીજ નીચે પાણીપુરીની લારીમાં આગ ભભૂકી ઊઠી
મોરબીના મયુર બ્રીજ નીચે રવિવારે રવીવારી બજાર ભરાય છે જ્યાં સાથે નાસ્તાની લારીઓ પણ રહેતી હોય છે આવી જ એક પાણીપુરીની લારીમાં ગેસ લીકેજને કારણે આગ લાગતા ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો
મયુર પુલ નીચે આજે બપોરે એકાદ વાગ્યાના અરસામાં પાણી પૂરીની લારીમાં આગ લાગી હતી ગેસના બાટલાની નળીમાં લીકેજ થતા આગ ફાટી નીકળી હતી જેથી મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો બનાવમાં કોઈ જાનહાની થઇ નથી જોકે રવિવારી બજારને પગલે લોકોની સારી ભીડ રહેતી હોય છે અને આગના બનાવને પગલે થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો
[wptube id="1252022"]