
રાજપીપળાથી લાછરસ જતા રસ્તા ઉપર પાણી કીચડ ભરાઈ જવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી
” મંત્રીઓ આવે ત્યારે રોડના ખડા પૂરાય , પછી કંઈ નહિ ” : ખેડૂત
રાજપીપળા: જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા થી લાછરસ જતા રસ્તા ઉપર પાણી અને કીચડ ભરાઈ જવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે જેના કારણે તેઓએ રોષ ઠાલવ્યો હતો
ખેડૂતોના જણાવ્યા મુજબ રાજપીપળાથી આડેપિર દરગાહ થઈ લાછરસ જતો રસ્તો ચાર વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો. આ રસ્તામાં આડેપીર દરગાહ પાસે ખાડા જેવો ભાગ આવે છે જ્યાં રસ્તો નીચો છે જેના કારણે ચોમાસામાં વરસાદ પડવાથી ટેકરા પરથી માટીનું ધોવાણ થઈ આ ખાડામાં માટી અને પાણી ભરાઈ જવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડે છે થોડા દિવસ અગાઉ આ રસ્તા ઉપર એક બાઈક ચાલક સ્લીપ થઈ પડી જતાં ફ્રેકચર થઈ ગયું હતું તેમ ખેડૂતોએ જણાવ્યું હતું
વરસાદ પડે ત્યારે રસ્તા ઉપર વધારે પાણી ભરાય તો બીજા રસ્તે વધુ ફરીને જવું પડે છે આ વિસ્તારમાં ચાર થી પાંચ મોટા ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યારે વહેલી તકે તંત્ર આ રસ્તો સરખો કરે અને પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવે તેવી લોકો માંગ કરી રહ્યા છે
બોક્ષ
જ્યારે મંત્રી કે નેતાઓ આવે ત્યારે રોડના ખાડા પૂરાય :
સ્થાનિક ખેડૂતે રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે રાજપીપળાથી લછરસ જતો રસ્તો સાંકડો છે ઉપરાંત જ્યારે કોઈ મંત્રી અથવા નેતા આવે ત્યારે તડામાર રોડના ખાડા પૂરી સમારકામ કરો દેવાય છે બાકી કોઈ જોવા પણ આવતું નથી ત્યારે રસ્તો પોહળો કરાય તેમજ પાણી ભરાવાની સમસ્યા દૂર થાય તેવી લોક માંગ છે






