
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ ઉજવણીના બીજા દિવસે આહવા તાલુકાના કામદ ગામે નાણા વિભાગના ઉપસચિવ શ્રીમતી આઈ.પી.પટેલે પ્રાથમિક શાળાના ધોરણ-1ના બાળકો સહિત બાલવાટિકાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
દરમિયાન શ્રીમતી આઈ.પી.પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારના ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ થકી વાલીઓ જાગૃત બન્યા છે. ત્યારે શાળામા પ્રવેશ મેળવનાર તમામ બાળકો નિયમિત શાળાએ આવે, તેઓ આગળ વધે તે માટે શિક્ષકો અને વાલીઓએ પ્રયત્નશીલ રહેવુ જરૂરી છે. બાળકોને માલમિલ્કત નહીં પણ સારૂ શિક્ષણ આપવુ જરૂરી છે, તેમ પણ શ્રીમતી પટેલે આ પ્રંસગે જણાવ્યુ હતુ.
શાળામા પ્રવેશ મેળવનાર નવાગંતુક બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી શાળામા પ્રવેશ કરાવવામાં આવ્યો હતી. તેમજ ગત વર્ષ દરમ્યાન શાળામા પ્રથમ ક્રમ મેળવનાર અને 100% હાજરી ધરાવનાર બાળકોને સન્માનિત પણ કરવામા આવ્યા હતા.
કાર્યક્રમ બાદ શાળા પંટાગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.
કામદના કાર્યક્રમ દરમિયાન લાયઝન અધિકારી તરીકે જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી, શિક્ષણ વિભાગના શ્રી જતીનભાઈ ચૌધરી, સહિતના મહાનુભાવો તેમજ ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.








