અંબાજી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પરંપરાગત આદિવાસી લોક નૃત્યથી રિહેન એચ મહેતા વિદ્યાલયના બાળકોએ આવકાર્યા

31 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અંબાજી ખાતે જગતજનની મા જગદંબાના આશીર્વાદ મેળવવા પધાર્યા હતા.ત્યારે દાંતા તાલુકામાં તેમનું પરંપરાગત રીતે આદિવાસી લોક નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આદિવાસી લોક નૃત્ય દ્વારા સ્વાગત કરવા માટે ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર, અંબાજી દ્વારા સંચાલિત કન્ઝ્યુમર ક્લબની સભ્ય શાળા એવી દાંતા તાલુકાની અંતરિયાળ વિસ્તારની શાળા રિહેન એચ. મહેતા વિદ્યાલય ,માંકડીના આદિજાતિના બાળકો જોડાયા હતા.. ગઈકાલથી જ આ બાળકો આદ્યશક્તિ જગદંબાના ચાચર ચોકમાં મોદી સાહેબને આવકારવાની પ્રેક્ટિસ કરતા હતા.. સાથે સાથે સનાલી અને દલપુરા ની આદિવાસી ભજન મંડળીઓ એ તથા વિવિધ ગ્રુપ દ્વારા પણ મોદી સાહેબનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર,અંબાજી ના ચેરમેન શ્રી વિપુલભાઈ ગુર્જર તેમજ રિહેન એચ મહેતા વિદ્યાલય, માંકડીના આચાર્યશ્રી ડૉ.રાકેશ કે.પ્રજાપતિ સહિત તેમનો સ્ટાફ શ્રી મહેશભાઈ ચૌધરી અને શ્રીમતી લીલાબેન બી.પ્રજાપતિ પણ સતત બે દિવસ થી બાળકો સાથે ખડે પગે રહી માર્ગ દર્શન આપતા જોવા મળ્યા હતા.





