
વિજાપુર રામનગર કોટડી ખાતે ૧૪ લાખના સોના ના દાગીના ની ચોરી પોલીસ મથકે નોંધાઇ ફરીયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રામનગર કોટડી ગામે નણંદ ના મરણ ના તેરમા માં સવારે ઘર બંધ કરીને હાજરી આપવા ગયેલા પરિવાર ના બપોરે ત્રણ વાગે ઘેરે પરત ફરતા તિજોરી તૂટેલી હાલતમાં જોતા તિજોરી માંથી સોનાના ઘરેણા દાગીના નહીં મળી આવતા ચોરી થયા ની ફરીયાદ પોલીસ મથકે મહિલાએ નોંધાવી છે પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મૂજબ રામનગર કોટડી ગામે રહેતા આનંદીબેન કાંતિભાઈ પટેલ પોતાની નણંદ નું મરણું થયેલ હોઈ તેરમા ના પ્રસંગે હાજરી આપવા માટે સાડા સાત વાગે માણસા ગામે પરિવાર સાથે ઘર બંધ કરીને નીકળ્યા હતા તેરમા નો પ્રસંગ પતાવી બપોરના ત્રણ વાગે પરત ફર્યા હતા તે સમયે ઘર ઘરનું તાળું ખોલ્યુ હતું જ્યારે તિજોરી માં પાસેના પૈસા મૂકવા માટે જતા જ્યાં તિજોરી તૂટેલી હાલત માં જણાઈ આવી હતી તેમાંથી રોકડ રકમ સિવાય તિજોરીમાં મૂકેલા ત્રણ શેર વાળી સોનાની મગ માળા તેમજ સોનાની મણકા વાળી કંઠી તેમજ સોનાની બંગડીઓ તેમજ સોનાની લગડી તેમજ સોનાની વીંટી તેમજ સોનાનો હાર સોનાની બુટ્ટી મંગળ સૂત્ર સહિત રૂપિયા ૧૪ લાખના ઘરેણાં કોઈ અજાણ્યા ઈસમ ચોરી ને લઈ ગયા હોવાની ફરીયાદ આનંદી બેન કાંતી ભાઈ પટેલે પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી છે જોકે છેલ્લાં ઘણા સમયથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીઓ ના બનાવો ને પગલે ચોરો ને ઝડપી પાડવા માટે પોલીસ સક્રિય બની છે





