GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ની કલરવ શાળામાં ગણપતિ ઉત્સવ નિમિત્તે મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ,સ્પર્ધામાં 181 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૩.૯.૨૦૨૩

હાલોલ નગરમાં આવેલ કલરવ શાળામાં આજ રોજ ગણપતિ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 12 ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બંને માધ્યમમાંથી 181 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બધા જ વિદ્યાર્થીઓએ માટીમાંથી સુંદર અને કલાત્મક રીતે ગણપતિની મૂર્તિ બનાવી હતી. આ સ્પર્ધામાં બધા જ વિદ્યાર્થીઓએ ગણપતિ મૂર્તિ ને સરસ રંગો અને વિવિધ અલંકારોથી શણગારીને સુશોભિત કર્યા હતા. આ મૂર્તિઓને નિરીક્ષણ કરનાર નિરીક્ષકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.સૌથી ઉત્તમ મૂર્તિ બનાવનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button