GUJARATMEHSANAVIJAPUR

કડી પોલીસ મથકે મારામારી ના ગુનામાં નાસતો ફરતો આરોપી ને એલસીબીએ ઝડપી પાડ્યો

કડી પોલીસ મથકે મારામારી ના ગુનામાં નાસતો ફરતો આરોપી ને એલસીબીએ ઝડપી પાડ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા એલસીબી પોલીસ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલ સૂચના ઓ મુજબ પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન ખાનગીમાં મળેલી બાતમી ના આધારે નાસતોફરતા આરોપીને કડી રેલ્વે સ્ટેશન ધવલ પ્લાઝા પાસેથી ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા ચાર્ટર તેમજ નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી ગુનાહીત પ્રવૃત્તિ અટકાવવા અસરકારક કામગીરી કરવા ની આપેલી સૂચના મુજબ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવતા તે દરમિયાન ખાનગી માં બાતમી મળી હતીકે મારામારી ના કેસમાં નાસતો ફરતો આરોપી પરમાર રવી કુમાર ઉર્ફે ધમો રોહિત વાસ વાળો ધવલ પ્લાઝા પાસે રેલ્વે સ્ટેશન પાસે ઉભો છે પોલીસે હકીકત મેળવી સ્થળ ઉપરથી આરોપી ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button