
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ભારત સરકારના આદિજાતિ મંત્રાલયના સચિવ શ્રી અનિલકુમાર ઝા એ, ડાંગ જિલ્લાના પ્રવાસ દરમ્યાન સાપુતારા ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા, કન્યા શાક્ષરતા નિવાસી શાળા તેમજ વઘઈ ખાતે વાંસ કૌશલ્ય વર્ધન કેન્દ્ર અને કોટવાળીયા વસાહતની મુલાકાત કરી હતી.
સાપુતારા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળાની મુલાકાત દરમ્યાન શાળાની ભૌતિક સુવિધાઓ, શાળાના વર્ગખંડો તેમજ વિધાર્થીઓ માટેની અનુષાગિક સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં, તે અંગે સચિવ શ્રી અનિલકુમાર ઝા એ ખ્યાલ મેળવી, સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને સુવિધાઓ ઉપલબ્ધ કરવા અંગે અધિકારી/કર્મચારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.
સાથે જ સચિવશ્રીએ સાપુતારાના ટેબલ પોઇન્ટની મુલાકાત કરી પ્રવાસી સ્થળોને પ્લાસ્ટિક ઝોન ફ્રી તરીકે જાહેર કરવાની નેમ વ્યક્ત કરી હતી.
વધઇ ખાતે આવેલ સો મીલમા સચિવશ્રીએ વાંસ કૌશ્લ્ય વર્ધન કેન્દ્રની મુલાકાત કરી, સ્થાનિક લોકોની રોજગારીની તાલીમ અંગેનો ખ્યાલ મેળવ્યો હતો. પ્રધાનમંત્રી વન ધન યોજના, વન ઉત્પાદનના માર્કેટીંગ અને વેલ્યુ એડીશન દ્વારા આદિજાતી ઉધ્યોગને પ્રોત્સાહન કરવા માટે સચિવશ્રીએ અધિકારીઓને માર્ગદર્શીત કર્યા હતા.
સ્થાનિક લોકો વનમા રહેતા હોવાથી વન સાચવવાની જવાબદારી ફક્ત વન વિભાગની જ નહિ, પણ સ્થાનિક લોકોની પણ છે, તેમજ વન સંવર્ધન માટે વન વિભાગની સાથે લોક સહયોગ સાધવા માટે સ્થાનિક લોકોને સચિવશ્રીએ અપીલ કરી હતી.
આજીવિકાલક્ષી વાંસ કૌશલ્ય વર્ધન કેન્દ્ર, વઘઇમા તાલીમ મેળવનાર તાલીમાર્થીઓ સાથે તાલીમ અંગેની ચર્ચા કરી સચિવશ્રીના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા.
દરમ્યાન સચીવશ્રીએ ડુંગરડા ગ્રામ પંચાયતના કોટવાળીયા વસાહતના સ્થાનિકો સાથે વાર્તાલાપ કરી, સ્થાનિકોની સમસ્યાઓ જાણી હતી. સચિવશ્રીએ કોટવાળીયા વસાહતના લોકોને વધુમા વધુ સરકારી યોજનાઓના લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉંપરાત શૈક્ષણિક બાબતે શિષ્યવૃતિનો લાભ મેળવી બાળકો ઉચ્ચ અભ્યાસ મેળવે તે માટે સચિવશ્રીએ સ્થાનિકોને અનુરોધ કર્યો હતો.
સચિવ શ્રી અનિલ કુમાર ઝાની ડાંગ મુલાકાત દરમ્યાન ગુજરાત રાજ્ય આદિજાતી વિભાગના અગ્ર સચિવ શ્રી ડો.મુરલી ક્રિષ્ના, ગુજરાત સરકાર આદિજાતી વિભાગના નિયામક શ્રી સુપ્રિતસિંગ ગુલાટી, ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુ.સોસાયટીના કાર્યપાલક ઇજનેર શ્રી સંજયકુમાર વસાવા, ડાંગ જિલ્લા પ્રાયોજના વહિવટદાર શ્રી રાજ સુથાર, દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિપ્રસાદ રાધાકૃષ્ણન, ડાંગ જિલ્લા આદિજાતી અધિકારી શ્રી આર.કે.કનુજા ઉપરાંત આદિજાતી અને વન વિભાગના સંબધીત અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.