
આજરોજ સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદ ખાતે 10 ઓગષ્ટ 2023 નાં દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી નાં ભાગરૂપે લોક જાગૃતિ કેળવવાના ઉદ્દેશ સાથે કેશોદ શહેર નાં રાજમાર્ગો પર એક વિશાળ રેલી યોજવામાં આવી હતી.આ રેલીમાં શાળાની 9 થી 12 ની તમામ વિદ્યાર્થીનીઓ ,આચાર્યશ્રી,શિક્ષકો તેમજ પનારા સાહેબ અને આર.એફ.ઓ. જી.પી.સુહાગિયા દ્વારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.રેલીનાં અંતે શાળાના પટાંગણમાં સિંહ બચાવવા અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી.સાથે આર.એફ.ઓ. જી.પી.સુહાગિયા એ સિંહનાં ઇતિહાસ અંગે વિસ્તૃત જાણકારી પ્રદાન કરી હતી.કાર્યક્રમ નાં અંતે શાળાના શિક્ષક એમ.પી.કરમટા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.તેવું શાળાના ઇકો ક્લબ અધ્યક્ષ ડી.પી.કરમટા ની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]









