
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા આયોજિત
ડૉ અબ્દુલ કલામ ઓનલાઇન મેગા કોમ્પિટિશનમાં ક્ચ્છ સહિત સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો.
માંડવી તા – ૨૫ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકો તેમજ શિક્ષણના હિતની સાથોસાથ રાષ્ટ્ર હિત અને સમાજ હિતની સતત ચિંતા અને કાર્ય કરતું એક રાષ્ટ્ર વ્યાપી તેમજ રાષ્ટ્ર વાદી સંગઠન છે. આ સંગઠન દ્વારા ધો-૧૦ બોર્ડના ગુજરાતી માધ્યમના સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ડૉ એ.પી.જે. કલામ ઓનલાઇન મેગા ક્વિઝ કોમ્પિટિશનનુ આયોજન કરવામાં આવેલ હતુ.
એ મુજબ તા-૨૫/૦૨/૨૪ – રવિવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ડૉ.એ.પી.જે. કલામ મેગા ઓનલાઈન પરીક્ષા યોજાયેલ હતી, તે અંતર્ગત રાજ્યના તમામ ૩૩ જિલ્લાના અને અમદાવાદ, વડોદરા અને સુરત શહેર મળી કુલ ૩૬ સ્થાન પર યોજાયેલ હતી. આ આયોજનના ભાગ રુપ સમગ્ર પરીક્ષાના સંકલન કર્તા તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત આચાર્ય ગ્રાન્ટેડ સંવર્ગ સહસંગઠન મંત્રી તરુણભાઇ વ્યાસ માર્ગદર્શક રહ્યા હતા. આ ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશનના મુખ્ય સંયોજક મનીષભાઈ વિંઝુડા રહેલ હતા. રાજ્ય સંયોજક અને માર્ગદર્શકના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતના ધોરણ ૧૦માં ભણતા ૭૧૧૯૦ જેટલી મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને મોટાભાગના વિધાર્થીઓને બોર્ડમાં પૂછાતા હેતુલક્ષી પ્રશ્નો બાબતે આ ક્વિઝ કોમ્પિટિશન ખૂબ ફાયદાકારક અને ઉપયોગી નિવડશે એવુ જણાવેલ હતુ. આગામી દિવસોમાં રાજ્યના પ્રથમ ૧૦ ક્રમાંક મેળવનાર વિધાર્થીઓને તેમના સુધી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના દ્વારા દરેક જિલ્લામાં નિયુક્ત કરાયેલ સંયોજકોના માધ્યમથી અભિનંદન સહ પ્રમાણપત્રો પહોંચાડવામાં આવશે.
ABRSM ગુજરાત માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ સહસંગઠન મંત્રી, કચ્છ જિલ્લા અધ્યક્ષ તેમજ સંયોજક અલ્પેશભાઈ જાનીએ કચ્છ જીલ્લામાં ઓનલાઈન ક્વિઝમાં ભાગ લેવા માટે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ સહકાર આપવા બદલ અને આ ક્વિઝ કોમ્પિટિશનને સફળ બનાવવા માટે ABRSM કચ્છ ટીમ, DEO શ્રી ભૂપેન્દ્રસિંહજી વાઘેલા, EI પૃથ્વીરાજસિંહ ઝાલા, AEI અમિતભાઈ ધોળકિયા તેમજ સમગ્ર DEO ટીમ અને ક્ચ્છના સૌ ગુરુજનોનો હાર્દિક આભાર વ્યક્ત કરેલ હતો.










