ANJARGUJARATKUTCH

વરસામેડી શ્રીગાયત્રીદેવી પબ્લિક સ્કુલમાં ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ હોંશભેર ઉજવાયો.

9-ઓગષ્ટ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

અંજાર કચ્છ :- શ્રી ગાયત્રીદેવી પબ્લિક સ્કુલના યજમાન પદે વરસામેડી ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળ કવિ, સંગીત ગાયન, સંગીત વાદન, ચિત્ર સ્પર્ધા,વાર્તા કથન(ધો.૧ થી ૫) અને વાર્તા લેખન (ધો.૬ થી ૮)જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહભેર પોતાના કૌશલ્ય – કલા પ્રદર્શિત કર્યા હતા.આ પ્રસંગે ગાયત્રીદેવી પબ્લિક સ્કુલના આચાર્યાશ્રી નિશા ટંડને ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ઈ.ચા.સી.આર.સી.કો.ઓ. મહેશભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. કુલ ૧૫ શાળાના ૭૧ બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સી.આર.સી.કો.ઓ. દ્વારા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. તમામ સાત સ્પર્ધાઓમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ બી.આર.સી.અંજાર કક્ષાએ સી.આર.સી.વરસામેડીનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના શિક્ષકો હેતલ યાદવ,પૂર્વીશા વેગડ,નીલમ મહેશ્વરી,ખુશ્બુ ભટ્ટ,અર્ચના દેવી,હેમલતા કોટા,એડમીન શ્રીલા એસ.,કો-ઓર્ડિનેટર તજીન્દ્દર કોર,મેન્ટેટનેન્સ સ્ટાફમાં સેજીબેન યાદવ,વાલજીભાઈ,વાલીબેન,સરતાણીબેન,તેમજ સ્વયંસેવકોમાં હિતાંશુ,મોહિત,સૌરભ,વિકાસ અને ક્રિષ્નાએ જહેમત ઉઠાવી હતી.આ સમગ્ર કાર્યક્રમ આચાર્યાશ્રી નિશા ટંડનની આગેવાનીમાં ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયો હતો.કાર્યક્રમની આભારવિધિ મહેશ દેસાઈએ અને સંચાલન હેતલ યાદવે કર્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button