
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજની તરકવાડા, ઇસરી સહીત અનેક ગ્રામપંચાયત ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા

આઝાદી કા અમૃત મોહોત્સવ અને આઝાદીના 75 વર્ષની ઉજવણી ના ભાગ રૂપે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ નુ આયોજન ઠેળ ઠેળ કરવામાં આવી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેમાં મેઘરજ તાલુકામાં પણ તરકવાડા, ઇસરી સહીત અનેક ગ્રામ પંચાયત ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત વિવધ કાર્યક્રમ હાથ ધરાયા હતા, જેમાં સૌ પ્રથમ પંચાયત ખાતે ગામના સૈનિકો દ્વારા ધ્વજ વંદન કરી સલામી અપાઈ હતી ત્યાર બાદ દીવડાઓ પ્રગટાવી વીર શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી પછી મેરી મિટ્ટી મેરા દેશ માટે માટી એકત્રિત કરવામાં આવી હતી, અને વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કક્ષાનાઅધિકારીઓ,તાલુકા કક્ષાના અધિકારીઓ,ગ્રામપંચાયતના સરપંચ, તેમજ સભ્યો સહીત આમન્ત્રિત મહેમાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફર બનાવ્યો હતો અંતમાં ગામના સૈનિકો કે સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા અને ગ્રામપંચાય દ્વારા દરેકનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો









