MORBIWANKANER

વાંકાનેર: બે અલંગ અલગ રેડમાં જુગાર રમતા ૭ ઝડપાયા :એક શખ્સ નાસી ગયો

વાંકાનેરન બે અલંગ અલગ રેડમાં જુગાર રમતા ૭ ઝડપાયા :એક શખ્સ નાસી ગયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે હોલમઢ અને સરતાનપર ગામે ચાલતા જુગાર ઉપર દરોડા પાડી ૭ શખ્સોને રૂ.૩૫ હજારની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક શખ્સ નાસી છુંટતા તેની શોધખોળ ચલાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા અશોકભાઇ નરશીભાઇ સારદીયા, હરેશભાઇ રાજુભાઇ મકવાણા અને દીનેશભાઇ ભગવાનજીભાઇ ગાંગાણીને રોકડ રૂ. ૨૨,૭૦૦ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે બીજલભાઇ ભીખાભાઇ નાસી ગયા હતા.

આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર ગામે શેરીમાં જાહેરમાં રમાતા જુગાર ઉપર ત્રાટકીને અરવીંદભાઇ ઉર્ફે મનીયો કાળ જેસીંગભાઇ ઉડેચા, સવજીભાઇ મેપાભાઇ ફીસડીયા, મનજીભાઇ છગનભાઇ સાવાડીયા અને જીલાભાઇ ગોકળભાઇ વીઝવાડીયાને રૂ. ૧૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button