GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

મુકેશ અંબાણીના પુત્રવધુ રાધિકા મર્ચન્ટએ લીધી જૂનાગઢમાં એસ્થે કાયા કલ્પ ક્લિનિકની મુલાકાત

મુકેશ અંબાણીના પુત્રવધુ રાધિકા મર્ચન્ટએ લીધી જૂનાગઢની મુલાકાત
વાત્સલ્યમ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાધિકા મર્ચન્ટ યુવા ઉદ્યોગસાહસિકની સાથે તે એક જાણીતા ક્લાસિકલ ડાન્સર પણ છે. તેમને ભારત ઉપરાંત અન્ય દેશોમાં ક્લાસિકલ ડાન્સમાં ભાગ લીધો છે. તેમના ગુરુ ભાવના ઠક્કર પાસેથી નૃત્યનું શિક્ષણ લીધુ છે.
દેશના મોટા બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઇ ગઇ છે. રાધિકા મર્ચન્ટના પરિવારની વાત કરીએ તો, તે મુકેશ અંબાણીના દોસ્ત વીરેન મર્ચેન્ટની દીકરી છે, અને વીરેન મર્ચન્ટ અત્યારે એનકૉર હેલ્થકેરના સીઈઓ છે. રાધિક મર્ચન્ટના માતાનુ નામ શાઈલા મર્ચન્ટ છે.
તેઓએ ઈકોનોમિક્સમાં બેચલર્સની ડિગ્રી પુરી કરી છે. તેના આ ડિગ્રી ન્યૂયોર્કમાંથી મેળવી છે.
તેઓએ આજ જૂનાગઢ શહેરમાં આવેલ એસ્થે કાયા કલ્પ ક્લિનિકની મુલાકાત લીધી હતી. તેઓએ ડૉક્ટર પિયુષ બોરખતરીયા અને ડોક્ટર મિતલ બોરખતરીયા સાથે આરોગ્યલક્ષી સેવાઓ વિશે, જૂનાગઢના ઐતિહાસિક મહત્વ વિશે, ભવિષ્યમાં તેઓ સાસણગીરના ઈકો ટુરિઝમને વિકાસ માટે શું કરશે ? આ બધા વિષય ઉપર ચર્ચા કરી.
ત્યારબાદ તેઓ એસ્થે કાયા કલ્પ ક્લિનિક વિશે માહિતી મેળવી જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનુ ક્લિનિક જોઈને તેઓને ખુબ જ આનંદ થયો.

[wptube id="1252022"]
Back to top button