MAHISAGARSANTALPUR

માહીસાગર જિલ્લામાં યુરીયા ખાતર ની અછત

મહિસાગર જિલ્લામાં યુરિયા ખાતર ની અછત

રિપોર્ટર…
અમિન કોઠારી :- મહીસાગર

સતત વર્ષે રહેલા વરસાદને પગલે મહીસાગર જિલ્લામાં ચાલુ સાલે ખૂબ જ ખેતી લાયક વરસાદ થતાં ધરતીપુત્રમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે

 

વાત કરવામાં આવે મહીસાગર જિલ્લાની તો મહીસાગર જિલ્લાના છ તાલુકાની અંદર હાલમાં ખેડૂતો દ્વારા ડાંગર અને મકાઈની વાવણી કરવામાં આવી છે અને આ કરેલી વાવણી માં તેમાં વધુ અનાજ પકવવા ,વધુ ઉપજ આવે તે માટે ખેડૂતને ખાતરની જરૂર પડતી હોય છે,, સતત વરસી રહેલા વરસાદને પગલે યુરીયા ખાતર ની ખેતીમાં ખૂબ જ જરૂરિયાત હોવાને લીધે ખેડૂતો તાલુકા મથકે જતા હોય છે,

પરંતુ મહીસાગર જિલ્લાના લુણાવાડા ,બાલાસિનોર, કડાણા, સંતરામપુર અને ખાનપુરમાં યુરિયા ખાતરની ભારે અછત જોવા મળે છે…. આ. અછતને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ પહોંચી ન મળતા ખેડૂતોના ટોળેટોળા ખાતર ડેપો ઉપર સવારથી હાજર થઈ જતા હોય છે અને લાંબી લાંબી કતારોમાં આખો દિવસ ખોટી કરીને ઊભા રહે છે પરંતુ તેમને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું હોવું ન હોવાની પ્રબળ લોકમાંગ ઉઠવા માગે છે

મહીસાગર જિલ્લાના છ એ છ તાલુકામાં સરકાર દ્વારા યુરીયા ખાતર વિના સંકોચે અને કોઈપણ જાતની તકલીફ વગર સરળતાથી મળી રહે તેવું અનેરૂ આયોજન કરવામાં આવે તેવી ધરતીપુત્રોએ તીવ્ર લાગણી અને માંગણી વ્યક્ત કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button