
મહેસાણા જિલ્લા મીઠાઇ ફરસાણ વહેપારી મહામંડળનું અધિવેશ મહેસાણા ખાતે યોજાયું
શુધ્ધ-સ્વાદિષ્ટ અને શ્રેષ્ઠ વસ્તુઓ ગ્રાહકોને આપવા માટે મહામંડળ કટિબધ્ધ
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા શહેર ટાઉનહોલ ખાતે ધારાસભ્ય મુકેશભાઇ પટેલ સહિત અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લા મીઠાઇ ફરસાણ વહેપારી મહામંડળ અધિવેશન યોજવામાં આવ્યું હતું
ધારાસભ્ય મુકેશભાઇ પટેલે મેકીંગ,માર્કેટીંગ અને બ્રાન્ડીંગ થકી એસોશિયેશને આગળ આવવા અનુંરોધ કર્યો હતો.તેમણે ગ્રાહકોને ગુણવત્તાસભર,આરોગ્યપ્રદ વસ્તુઓના વેચાણ માટે અપીલ કરી અધિવેશનની કામગીરીને બિરદાવી હતી અગ્રણી ગીરીશભાઇ રાજગોરે જણાવ્યું હતું કે કાયદાઓ અને લોકોના સ્વાસ્થયની ધ્યાન રાખીને મલ્ટી બ્રાન્ડીંગ થાય તેવા પ્રયત્નો થવા જોઇએ . તેમણે જણાવ્યું હતું કે વેપારીઓ ગુણવત્તા સાથે જથ્થાનું ધ્યાન રાખીને ગ્રાહકને સંતોષ થાય તેવી વસ્તુઓ આપવી જોઇએ તેમણે મહેસાણા જિલ્લામાં પણ કોઇ વસ્તુ બ્રાન્ડ તરીકેની ઓળખ પ્રસ્થાપિત થાય તે દિશામા કામ કરવા વેપારીઓને જણાવ્યું હતું જિલ્લા મીઠાઇ ફરસાણ એસોશિયેશનના અધ્યક્ષ રોહિતભાઇ સુખડીયા અને પ્રમુખ અજયભાઇ વ્યાસે જણાવ્યું હતુ કે ગ્રાહકોને શુધ્ધ,સ્વાદિષ્ટ અને શ્રેષ્ઠ વસ્તુઓ આપવી અમારૂ લક્ષ્ય છે. જેની સાથે સાથે તાલુકા અને ગ્રામ્ય સ્તરે વેપારીઓનો પ્રશ્નો,સમસ્યાઓ માટે સેતૂરૂપ કામગીરી એસોશિયેશન દ્વારા કરાઇ રહી છે
રોહિભાઇ અને અજયભાઇ વ્યાસે ઉમેર્યું હતું કે વેપારીઓના કામદારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે પણ એસોશિયેશન દ્વારા માહિતગાર કરવામાં આવી રહી છે. આયુષ્યમાન ભારત,શ્રમ કાર્ડ જેવી અનેક યોજનાઓથી કામદારો લાંભાવિત થાય તે દિશામાં એસોશિયેશન કામ કરી રહ્યુ છે.રોહિતભાઇ અને અજયભાઇ વ્યાસે 09 માર્ચને સ્વીટ દિવસ તરીકે રાજ્ય સહિત દેશભરમાં ઉજવાય તે પ્રકારની કામગીરી એસોશિયેશન,સભ્યો અને વેપોરીઓ દ્વારા કરાય તેવો અનુંરોધ કર્યો હતો.આ પ્રસંગે મહેસાણા જિલ્લા મીઠાઇ ફરસાણ એસોસિયેશનની ટેલીફોન પુસ્તિકાનું વીમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ડસ્ટબીનનું વિતરણ કરાયું હતું
મહેસાણા શહેર ટાઉનહોલ ખાતે યોજાયેલ અધિવેશ કાર્યક્રમમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સના કમિશ્નર ડો એસ.જી.કોશીયા,ગુજરાત મીઠાઇ ફરસાણ મહામંડળના શેઠ કિશોરકાકા,પ્રમુખ કમલેશભાઇ, ખાધ ખોરાક ન્યુઝના પ્રકાશભાઇ,સહિત મીઠાઇ ફરાસણ એસોશિયેશનના પદાધિકારીઓ, સભ્યો તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા