
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૩૧.૮.૨૦૨૩
સમગ્ર દેશભરમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ઠેર ઠેર અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બહેનોએ પોતાના ભાઈઓના હાથના કાંડે રક્ષાનો દોર બાધી ભાઈઓના માથે કંકુ તિલક કરી મોઢું મીઠું કરાવી તેઓના દીઘાર્યુની પ્રાર્થના ભગવાનને કરી હતી.જે અંતર્ગત હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી. જેમાં શાળામાં ભણતી બહેનોએ અલગ અલગ પ્રકારની રાખડી બનાવી શાળામાં અભ્યાસ કરતા ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનના પાવન પર્વનો આનંદ માણ્યો હતો.આ પ્રસંગે શાળાના શિક્ષકો તેમજ વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]