BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર તા. ૩૧મી, માર્ચના રોજ જિલ્લા તિજોરી કચેરી અને બેંકો રાત્રીના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે

આગામી તા. ૩૧મી, માર્ચના રોજ સરકારી બીલો/ચેકોનો ખર્ચ સરળતાથી પડી શકે તથા વર્ષ ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષની છેલ્લી તારીખોમાં મંજૂર થઇ આવેલ ગ્રાંટ લેપ્સ જવાનો પ્રશ્ન ઉદભવે નહીં, તે હેતુથી છોટાઉદેપુર જિલ્લાના મેજીસ્ટ્રેટ સુશ્રી, સ્તુતિ ચારણે ગુજરાત તિજોરી નિયમ-૨૦૦૦ના નિયમ ૩૦૫ હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ જિલ્લા તિજોરી કચેરી જિલ્લામાં કાર્યરત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાઓને તા. ૩૧મી, માર્ચના રોજ રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી કાર્યરત રાખવા ફરમાન કર્યું છે.

હુકમમાં જણાવ્યા અનુસાર આગામી તા. ૩૧મી, માર્ચના રોજ જિલ્લા તિજોરી કચેરી, છોટાઉદેપુર તથા તમામ પેટા તિજોરી કચેરીઓ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, છોટાઉદેપુર શાખા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, સંખેડા શાખા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બોડેલી શાખા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, જેતપુર પાવી શાખા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, કવાટ શાખા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, નસવાડી શાખા અને બેંક ઓફ બરોડા, લિડ બેન્ક તથા છોટાઉદેપુર જિલ્લાની સરકારી લેવડ દેવડ કરતી બેંકોની શાખાઓ તા. ૩૧મી, માર્ચના રોજ સરકારી બીલો/ચેકોની લેવડ દેવડનું કામકાજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખવા જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button