KUTCHMUNDRA

મોખા ગામે હિંગળાજ માતાજીના મંદિરનું નવનિર્માણ સંપન્ન,મંદિર દર્શનાથે ખુલ્લું મુકાયું

29-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

નાયબ કલેકટર સહિત તાલુકાના અધિકારી – પદાધિકારીઓ શુભ પ્રસંગના સાક્ષી બન્યા

મુન્દ્રા કચ્છ :- મુંદરા તાલુકાના મોખા ગામે આવેલા 200 વર્ષ પુરાણા હિંગળાજ માતાજીના મંદિરનું તાજેતરમાં સ્વ. શિવુભા હમીરજી જાડેજા પરિવાર દ્વારા નવનિર્માણ કરાવી ધામધૂમથી માતાજીની મૂર્તિ સ્થાપના, હવન, ધ્વજારોહણ જેવા ધાર્મિક કાર્યક્રમો સાથે મંદિરને દર્શનાથે ખુલ્લું મુકાયું હતું. મંદિર નવનિર્માણના દાતા જગુભા શીવુભા જાડેજાએ જણાવ્યું હતું કે માતાજી પ્રત્યેની અખૂટ શ્રધ્ધા અને તેમના આર્શીવાદથી જ મંદિરના નવનિર્માણનું કાર્ય સિદ્ધ થઇ શક્યું છે અને માતાજીની અસીમ કૃપા ગામલોકો પર સદાય બની રહે તેવી શુભેચ્છા પાઠવતા નવનિર્મિત મંદિર ગ્રામજનોને અર્પણ કરેલ. અત્રે ઉલ્લેખનીય છે કે દાતાશ્રીના પિતા સ્વ. શીવુભા હમીરજી જાડેજા પણ હિંગળાજ માતાજી પર અતૂટ શ્રધ્ધા ધરાવતા હતા અને તેમના સમયગાળામાં તેઓએ અનેક ધાર્મિક કાર્યો હાથ ધર્યા હતા તથા તેમના ભાઇ સ્વ. ચકુભા શીવુભા જાડેજાએ ૨૫ વર્ષ સુધી મોખા ગામના સરપંચપદે રહીને અનેક ધાર્મિક, પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કાર્યો કર્યા હતા જેને હજુ પણ ગામ લોકો યાદ કરી રહ્યા છે.વધુમાં ૨૦૦૧ના ભૂકંપ વખતે કચ્છની જેમ મોખા ગામમાં પણ અતિશય નુકસાન થયેલ જેમાં ગામની શાળા ધ્વસ્ત થઇ જતા નવી પ્રાથમિક શાળાના નિર્માણ માટે પણ જગુભા શીવુભા જાડેજાએ જમીન દાનમાં આપી સંસ્થા મારફતે શાળાનું નવનિર્માણ કરાવી મહત્વનું યોગદાન આપેલ.મંદિર નવનિર્માણ પ્રસંગે સમગ્ર ગ્રામજનો ઉપરાંત મુંદરાના નાયબ કલેકટર ચેતન મિસણ, તાલુકા પંચાયતના પ્રમુખ રાણીબેન ચેતનભાઇ ચાવડા, મામલતદાર વી. એ. પટેલ, તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી, મોખાના સરપંચ સહિત પંચાયતના તમામ સભ્યો અને તાલુકાના સામાજિક અગ્રણીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહી શુભ પ્રસંગના સાક્ષી બન્યા હતા. યજમાન પરિવારના સહદેવસિંહ, નિર્મળસિંહ વિગેરે પૂજનવિધિ કરાવી આર્શીવાદ મેળવ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ કિરણ મારાજ અને કિશન આચાર્યએ કરાવી હતી.

[wptube id="1252022"]
Back to top button