
13-ઓગષ્ટ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ.
ભુજ કચ્છ :- દેશની આઝાદી ના અમ્રુત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે દેશભરમાં મેરી માટી મેરા દેશ અભિયાન દેશના યશસ્વી માન વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના આહવાન ના પગલે કચ્છના સાંસદશ્રી તથા પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા પણ સરહદ સંત્રીઓ તથા સરહદની નજીકના ગામોમાં 10 હજાર થી વધુ રાષ્ટ્ર ધ્વજો નું વિતરણ કરવામાં આવશે. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના આહવાન અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા દિવશે શહીદોના સન્માન માં દેશભર માથી 7500 કલશો માં માટી એકઠી કરી દિલ્હી રાજધાની ના કર્તવ્ય પથ ઉપર તેમણે શ્રધ્ધાંજલિ આપવામાં આવશે તેમજ દેશભરમાં લાખો ગ્રામ પંચાયતોમાં શિલાલેખો સ્થાપિત કરવામાં આવશે, માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા પહેલા મળેલ અભિયાન ઘર ઘર તિરંગા, સેલફી વિથ ડોટર, સ્વચ્છ ભારત અભિયાન, દીયા જલાઓ અભિયાન ને દેશભર માં જબ્બર પ્રતિશાદ મળેલ છે, હવે મેરી માટી મેરા દેશ અભિયાન ના મળેલ આહવાન લોકોને રાષ્ટ્ર ચેતના દેશ ભક્તિ વીર શહીદોના સન્માન થસે 10,000 દશ હજાર રાષ્ટ્ર ધ્વજ કચ્છ ના સરહદી વિસ્તાર માં રહેતા લોકો તથા દેશની સરહદે દેશ રક્ષા કાજે રહેતા જવાનો ને વિતરણ કરવામાં આવશે તેમ સાંસદશ્રી ચાવડાએ જણાવ્યુ હતું.










