ઈડર તાલુકાની લાલપુર ગ્રુપ ગામ પંચાયત અને સરપ્રતાપ હાઈસ્કુલ દ્રારા ગામમાં સફાઈ જાગૃતિ અને આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સાબરકાંઠા…
ઈડર તાલુકાની લાલપુર ગ્રુપ ગામ પંચાયત અને સરપ્રતાપ હાઈસ્કુલ દ્રારા ગામમાં સફાઈ જાગૃતિ અને આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ સુધી ગામમાં ચાલેલા કેમ્પમાં એન.એસ.એસ ના વિદ્યાર્થીઓએ ગામની મુલાકાત લઈ લોકોમાં સફાઈ અંગેની માહિતી આપી હતી તેમજ એક દિવસીય ફ્રી નિદાન કેમ્પનું આયોજન કર્યુ હતું
સાબરકાંઠા જિલ્લાની લાલપુર ગ્રુપ ગ્રામ પંચાયત અને તેના યુવા સરપંચ અશોકભાઈ પટેલ તેમજ તલાટી અને પંચાયત બોડી દ્વારા છેલ્લા કેટલાય સમયથી ગામમાં વિકાસ કાર્યોને વેગ આપી ગામને રૂડું રળિયામણું બનાવવાની નેમ લઈ આગળ વધારી રહ્યા ત્યારે ગામમાં પંચાયત અને સરપ્રતાપ હાઈસ્કુલ દ્રારા બે દિવસ સુધી ગામમાં રહેતાં લોકોને ગામની અને પોતાના ફળિયાની સાફ સફાઈ અંગેની માહિતી આપવામાં આવી રહી છે ત્યારે ગામનાં નાગરિકોને ઘર આંગણે ફ્રી સારવાર મળી રહે તે ઉદ્દેશ સાથે ગામમા એક દિવસીય ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ગામની ફળીઓમાં મુલાકાત લઈ લોકોને આંખ,નાક, કાન, ગળા જેવા વિવિધ અંગોનું ફ્રી નિદાન કેમ્પમાં ચેકીંગ કરાવવા લોકોને જાગૃત કર્યા હતા અને જેમાં ઈડરની પ્રણાલી હોસ્પિટલના કાન,નાક,ગાળાના નિષ્ણાંત ડો.પ્રમોદ ખરાડી દ્વારા લોકોનું ફ્રી ચેકઅપ કરી દર્દીઓની સારવાર કરવામાં હતી ત્યારે ગ્રામ પંચાયત દ્રારા આયોજિત કાર્યકમમાં ઈડર ટી.ડી.ઓ,જાદર પી.એસ.આઈ,સરપંચ,તલાટી સહિત સભ્યોએ હાજરી આપી એન.એસ.એસના વિદ્યાર્થીઓ અને બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષક મિત્રોનો આભાર માન્યો હતો.
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા