BODELICHHOTA UDAIPUR

બોડેલી હાલોલ રોડ અલીપુરા વિસ્તારમાં આવેલ સમર્પણ સોસાયટીના બંધ મકાનમાં આગ લાગતા અફરા તફરી નો માહોલ સર્જાયો

સ્થળ પર થી મળતી માહિતી મુજબ ગતરોજ સવારના 10:00 વાગ્યાના સુમારે સમર્પણ સોસાયટીમાં રહેતા

ભુપેન્દ્રભાઈ સુખીજી ભાઈ રાઠવાના બંધ મકાનમાં અચાનક આગ લાગતા ઘરમાં રહેલ કટલરી સામાન તેમજ ફ્રિજ બળીને ખાખ થઈ ગયું હતું ઘરમાં કોઇપણ વ્યક્તિ હાજરનહીં હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી બોડેલીના અલીપુરા વિસ્તારના હાલોલ રોડ ઉપર આવેલ સમર્પણ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા ભુપેન્દ્રભાઈ સુખજીભાઈ બારીયા આજ રોજસવારે મકાન ને તાળુંમારી પોતાની દુકાને ગયા હતા ત્યારે આ ઘરના ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતા રસોડામાં આગ પ્રસરી ગઈ હતી ધુમાડા ના ગોટે ગોટા બહાર નીકળતા પાડોશીઓની નજર પડતા બુમાબુમ કરી હતી

અલીખેરવા ના પૂર્વ ડે. સરપંચ ને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને બોડેલી બજાર સમિતિના ફાયર ફાઈટરને જાણ કરી હતી બોડેલી ફાયર ફાઈટરે ધટના સ્થળે આવી પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button