
હળવદ માં ગંદકી એ માઝા મૂકી – અનેક વિસ્તારમાં ગંદકીના ગંજ તંત્ર નિંદ્રાધીન
ચોમાસા ની ઋતુ માં આ ગંદકી થી બીમારી ફેલાશે તો જવાબદાર કોણ ??
હળવદ શહેરમાં સફાઈ નો પ્રશ્ન છેલ્લા ઘણા મહિનાથી ધરમશીમાએ છે હળવદ શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી યોગ્ય સફાઈ ન થતી હોવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે જેમાં જો વાત કરવામાં આવે તો સફાઈ કામદાર જોડે અન્યાય થતો હોવાની ફરિયાદ સાથે વારંવાર સફાઈ કામદારો આવેદનપત્ર આપતા હોય છે તેમજ પોતે યોગ્ય સમય ન કરતો હોવાની કબુલાત પણ કરે છે ત્યારે નગરપાલિકા તંત્ર અને સફાઈ કામદાર વચ્ચેની આ લડાઈમાં હળવદની જાહેર જનતા પીસાતી હોય તેવી ચર્ચાઓ જાગી છે હળવદ ના જૂની મામલતદાર કચેરી સામે છેલ્લા ઘણા દિવસથી સાફ-સફાઈ ન થતી હોય અને ચોમાસાના સમયમાં ગંદકીઓના ગંજ જોવા મળ્યા છે તેમજ હળવદ શહેરના અનેક વિસ્તારોમાં યોગ્ય સાફ-સફાઈ ન થતી હોવાની ફરિયાદ સામે આવી છે જો આમ જ ચાલ્યા રાખશે તો હળવદની બદ થી બંધ તરફ થતા કોઈ નહી રોકી શકે ત્યારે જ હળવદના હાલના ચીફ ઓફિસર ને પણ યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બને છે તેમજ જે નેતાઓ મત માંગવા માટે ઘેર ઘેર સુધી જતા હોય છે તેઓ આ પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલ લાવી હળવદના લોકોની સુખાકારી માટે ચિંતા કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે