
વડનગર કે -૧૨ આંગણવાડીમાં મતદાન જાગૃતિ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજીબુખારી વિજાપુર
ચૂંટણી પંચ દ્વારા નાગરિકોમાં મતદાન અંગેની જાગૃતિ ફેલાવાના વિવિધ પ્રયાસો થકી પ્રચાર અને પ્રસારની કામગીરી થઈ રહી છે .જેમાં આંગણવાડીના બાળકોને પણ ચિત્ર, રંગોળી, ક્વિઝ, રમતો દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને મતદાન અંગે સમજણ આપવામાં આવે છે .
જે પૈકી મહેસાણા જિલ્લામાં પણ સંકલિત બાળ વિકાસ યોજના અન્વયે જિલ્લાની આંગણવાડીઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. જે પૈકી વડનગર-કે-૧૨ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આંગણવાડીમાં આવતી કિશોરીઓ અને બાળકોએ રસભેર ભાગ લીધો હતો પ્રોગ્રામ ઓફિસર શ્રી જીજ્ઞાબેન દવે જણાવે છે એમાં જિલ્લાની આંગણવાડીઓમાં અત્યારે મતદાન અંગે પણ બાળકોને ગ્રાહ્ય બને એ રીતે રંગોળી ચિત્ર તેમજ વીજ સ્પર્ધાથી લોકશાહીના રાષ્ટ્રીય પર્વતથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે રમતા રમતા જ્ઞાન અને ગમતું જ્ઞાન બનાવવાની વીજ સ્પર્ધામાં મહેસાણાના માણસો ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે…. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટરશ્રી એમ નાગરાજ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાનો માહોલ રાષ્ટ્રીય પર્વ લોકશાહીના અવસરમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે





