GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Upleta: ઉપલેટાના રબારીકા ગામમાં ચુનાવી પાઠશાળામાં સમજાવાયું મતાધિકારનું મહત્વ

તા.૨૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Upleta: ચૂંટણીએ લોકશાહીનું પર્વ છે અને દેશનું ગર્વ છે. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મહત્તમ મતદાન થકી આ લોકશાહીનું પર્વ ઉજવાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે.

આજરોજ જસદણ તાલુકાના આટકોટ આંગણવાડી કેન્દ્ર પર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત સિગ્નેચર કેમ્પેઈન યોજવામાં આવ્યું હતું. આ સાથે તમામ પુખ્ત નાગરિકોને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી.

જ્યારે ઉ૫લેટા તાલુકાના રબારીકા ગામે આજરોજ ચુનાવી પાઠશાળા અંતર્ગત શાળામાં મતદાન જાગૃતિ અંગેના નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
[wptube id="1252022"]








