

5 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ઉપાસના વિદ્યાલય આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ તારીખ 05 ઓગસ્ટ 23 ના રોજ શાળાની કરુણા ક્લબ દ્વારા ખોડલા તેમજ વેડંચા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવ્યો. ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના ધોરણ 9 ના તમામ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા. સૌ પ્રથમ વેડંચા એ.વી સંઘવી શાળાની મુલાકાત લેવામાં આવી . જેમાં સંઘવી શાળાના આચાર્યશ્રીએ ગામ વિશેની માહિતી આપી. કરૂણાક્લબ ઇન્ચાર્જ અર્પણાબેને કરુણા ક્લબ અને તેના કાર્યો વિશે માહિતગાર કર્યા, વેડંચા શાળાનાં આચાર્યશ્રીને શ્રીમતી નિકેતાબેન દ્વારા તુલસીનો છોડ અર્પણ કરવામાં આવ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.ત્યાર પછી ખોડલા ગામની મુલાકાત લેવામાં આવી. જ્યાં સૌ પ્રથમ પ્રાથમિક શાળામાં સરપંચની હાજરીમાં વિદ્યાર્થીઓ તેમજ સરપંચ શ્રી કેસરભાઈદ્વારા વૃક્ષ વાવવામાં આવ્યા અને બાળકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું. ત્યારબાદ ગામના આયુર્વેદિક સેન્ટર પર મેડિકલ ઓફિસર ની હાજરીમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ગ્રામ પંચાયતમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સંપૂર્ણ કાર્યક્ર્મ સફળ થાય તે માટે સંસ્થા ના માર્ગદર્શક શ્રી સિદ્ધાર્થ સરનું માર્ગદર્શન રહ્યું હતું. વિદ્યાર્થીઓ ને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.









