AHAVADANGGUJARAT

Dang: ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જ્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યમાં ભરઉનાળાની ઋતુ ચાલુ રહી છે.તેવામાં મૌસમ વિભાગની આગાહીનાં પગલે દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં ભરઉનાળાની ઋતુમાં ગાજવીજ સાથે કમોસમી માવઠું વર્તાતા અહીની સ્થિતિ ચોમાસા જેવી ભાસી ઉઠી છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ચોથા દિવસે પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડતા ડાંગી જનજીવનમાં ભાગદોડ મચી જવા પામી હતી.

બુધવારે ડાંગ જિલ્લાનાં આહવા,બોરખલ,ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ, માલેગામ,માંળુગા, ચીખલી,સુબિર, સાકરપાતળ,વઘઇ,નડગખાદી,પીંપરી સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું વર્તાતા જાહેર માર્ગો પર પાણી પાણી ફરી વળ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં પીંપરી વિસ્તારમાં બરફનાં કરા સાથે કમોસમી માવઠું પડ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ અને બપોરબાદ કમોસમી માવઠું વર્તાતા જોવાલાયક સ્થળો આહલાદક બની જવા પામ્યા હતા.છેલ્લા ચાર દિવસથી સાપુતારા ખાતેનું વાતાવરણ ઠંડુગાર બની જતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.જ્યારે જિલ્લાનાં ખેડૂતો ચિંતાતુર બની જવા પામ્યા હતા.ડાંગ જિલ્લામાં કમોસમી માવઠાનાં પગલે ચાલુ વર્ષે ઉનાળુ પાકો તથા ફળફળાદી પાકોને જંગી નુકસાન થયુ હતુ.જેમાં  ડાંગ જિલ્લામાં આંબાની વાડી ધરાવતા ખેડૂતોનાં આંબાનાં ફળ કમોસમી માવઠું અને પવનનાં સુસવાટાનાં પગલે પડી જતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button