
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ તા-૧૫.માર્ચ : CCRT ન્યુ દિલ્હીના માર્ગદર્શનથી અને CCRT ટ્રેનિંગ ટીચર અનિલકુમાર રાઠોડ દ્વારા કચ્છ જિલ્લાની ભચાઉ તાલુકાની બંધડી પ્રાથમિક શાળામાં કલા, વારસો અને સંસ્કૃતિ જાળવી રાખવા માટે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જે અનુસંધાને શાળામાં કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરવા CCRT ન્યુ દિલ્હીના સહયોગથી શાળામાં ” કચ્છ વિરાસત ” સાંસ્કૃતિક ક્લબની રચના કરવામાં આવી. ક્લબની શરૂઆત ખારોઈ ગ્રુપ શાળાના ગ્રુપ આચાર્યશ્રી, સી.આર.સી કો. શ્રી, અને ગ્રુપની શાળાઓના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવી. શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આહીર રાસ, પ્રાદેશિક ગરબા, ભરતકામ, ગીત સંગીત, અને ભારતની ભવ્યતા ચિત્ર પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. પધારેલ મહેમાનોમાં શ્રી મુકેશભાઈ ચાવડા ( ગ્રુપ આચાર્યશ્રી ખારોઈ ) શ્રી રવિભાઈ સોલંકી ( સી.આર.સી. કો. શ્રી ખારોઈ ), શ્રી ચંદ્રેશભાઇ જોશી ( સંગઠન મંત્રી RSM ), શ્રી મોહનભાઈ મેરિયા ( આચાર્યશ્રી માય પ્રા. શાળા ) શ્રી દશરથભાઈ પટેલ ( આચાર્યશ્રી બાદરગઢ પ્રા. શાળા ), શ્રી દિનેશભાઈ વણકર ( આચાર્યશ્રી નેર પ્રા.શાળા ), શ્રી પ્રવીણભાઈ ચાવડા ( આચાર્યશ્રી અમરસર પ્રા. શાળા ), મનીષભાઈ પ્રજાપતિ, હાર્દિકભાઈ પંડ્યા તેમજ શાળાના શિક્ષક મહેશભાઈ પરમાર હાજર રહ્યાં હતાં. શાળાના આચાર્યશ્રી અનિલકુમાર રાઠોડ દ્વારા CCRT સાંસ્કૃતિક ક્લબની સમજ આપવામાં આવી હતી. CCRT ન્યુ દિલ્હી દ્વારા ચાલતાં વિવિઘ સાંસ્કૃતિક કાર્યક્રમથી સર્વને માહિતગાર કર્યા હતા. મહાનુભાવોનમાં શ્રી મુકેશભાઈ ચાવડા, શ્રી રવિભાઈ સોલંકી તેમજ હાર્દિકભાઈ પંડ્યા દ્વારા બાળકોને પ્રસંગોનુરૂપ ઉદબોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ધર્મેન્દ્રભાઈ મેમકિયા દ્વારા કરવામાં આવ્યું હતું.










