
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
‘સાંસદ દિશા દર્શન’ અંતર્ગત “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” અભિયાનનો શુભારંભ આજે રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને નવસારીના સાંસદશ્રી સી. આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં શહેરના સર્કીટ હાઉસ ખાતેથી થયો હતો.
આ અવસરે ધારાસભ્યો સર્વે શ્રી નરેશભાઈ પટેલ, શ્રી આર. સી. પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, નવસારી- વિજલપોર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મીનલબેન દેસાઈ, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જીલ્લા વિકાસ અધિકારશ્રી પુષ્પ લતા, પોલીસ અધિક્ષક શ્રી સુશિલ અગરવાલ તેમજ અન્ય પદાધિકારીઓ, અધિકારીગણ અને સ્વચ્છાગ્રહીઓએ હાજર રહી સમગ્ર નવસારી જીલ્લાને સ્વચ્છ, સુઘડ અને રળિયામણું બનાવવાની નેમ લીધી હતી. સાથે, હાજર સૌ કોઈને આ સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપી નવસારી જિલ્લાને સ્વચ્છતા પરિમાણોની અગ્રિમ હરોળમાં સ્થાન અપાવવા અપીલ કરેલ હતી.
આ પ્રસંગે મહાનુભાવોએ નવસારી- વિજલપોર નગરપાલિકાના સ્વચ્છતા-સંબંધિત વાહનોને લીલી ઝંડી આપી હતી અને “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” અભિયાનને વેગવંતુ કરેલ હતું.





