
મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત મહેસાણા જીલ્લા કલકટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મુખ્યમંત્રી એપ્રન્ટીસ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં એપ્રેન્ટીસ યોજના,તાલીમ,બેઝીક તાલીમ,ઓનજોબ તાલીમ સહિત વિવિધ બાબતોની સમીક્ષા કરાઇ હતી. જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા એપ્રેન્ટીસ ભરતીના લક્ષ્યાંક બાબતે ચર્ચા કરી કામગીરી ઝડપથી કરવા જીલ્લા
કલેકટર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર એમ નાગરાજને જિલ્લામાં એપ્રેન્ટીસ સહિત નવ યુવાનોને પ્રોત્સાહન મળે તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું. આ બેઠકમા જિલ્લાના અધિકારીઓ,આઇ.ટી.આઇના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]





