ઉનાની એ.આર ભટ્ટ સંચાલિત આનંદ શાળાના સંચાલકોની દાદાગીરી,પહેલા ફી ભરો તો જ પરિણામ આપીશું.

ઉનાના વેરાવળ રોડ પર આવેલ એ આર ભટ્ટ સંચાલિત આનંદ ગુજરાતી પ્રાથમિક શાળાના સંચાલકોએ પ્રથમ સત્રની ફી નહિ ભરતા વિદ્યાર્થીઓના ત્રિમાસિક પરીક્ષાના રિઝલ્ટ આપવાની ના પાડી ફી ભરવા બાબતે વાલીઓ પાસે પઠાણી ઉઘરાણી કરતા ઉચ્ચ કક્ષાએ કરાઈ રજૂઆત

➡️આ શાળાની મનમાની ક્યારે બંધ થશે ?
➡️શું શાળાઓ નફા કમાવવાનું સાધન બની છે ?
➡️આ સ્કૂલ સંચાલકની મનમાની સામે એક્શન ક્યારે ?
➡️આ એ આર ભટ્ટ સંચાલિત આનંદ ગુજરાતી શાળા સામે કાર્યવાહી ક્યારે ?
➡️આ શિક્ષણનું ધામ નફાનો ધંધો કેમ કરે છે ?
ઉનામાં ફરી એક વખત શાળાની મનમાની સામે આવી છે ત્યારે ઉનાના વેરાવળ રોડ પર આવેલ એ આર ભટ્ટ સંચાલિત આનંદ શાળામાં સંચાલકો દ્વારા ગત તારીખ ૨૩-૮-૦૦૨૩ 8 ના રોજ ધો. ૧ થી ૩ ના વિદ્યાર્થીઓનું રીઝલ્ટ હોવાની વાલીઓને જાણ કરવામાં આવતા ધોરણ ૧ થી ૩ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ત્રિમાસિક પરીક્ષાનું રિઝલ્ટ લેવા શાળાએ આવેલ હોય ત્યારે શાળાના આચાર્ય અને સંચાલકો દ્વારા શિક્ષકોને જણાવેલ હોય કે જે વિદ્યાર્થીઓની ફી બાકી હોય તેમને ઓફિસમાં મોકલવા જેથી વિદ્યાર્થીઓના વાલીઓ ઓફિસમાં ગયેલ હોય ત્યારે શાળાના આચાર્ય દ્વારા પઠાણી ઉઘરાણી કરી જણાવ્યું હતું કે તમારા બાળકોની ફી ભરો તો જ તમને રીઝલ્ટ આપીશું ત્યારે વિદ્યાર્થીઓ ના વાલીઓએ જણાવેલ હોય કે થોડા દિવસો બાદ આપની શાળાની ફી ભરી દઈશું
ત્યારે શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને ફરજિયાત ફી ભરવા માટે માનસિક ત્રાસ આપી પઠાણી ઉઘરાણી કરવાની ઘટનાને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળતા આ શાળાના સંચાલકો તેમજ આચાર્ય સહિતનાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે ઉરચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી









