
મહિલા તાજેતરમા બી.ડીવીઝન તાલુકા પોલીસ મથકે ત્રણ વખત અટકાયતી પગલા તેમજ બે વાર જીલ્લા પોલીસવડા સમક્ષ લૈખિત રજુઆત થય ચુકી છે મોરબી શહેરમા મંગલભુવનચોક પાસે આવેલ બોમ્બે મોબાઇલની દુકાનમા એડવોકેટ રજાકમીંયા અબ્બાસમીંયા બુખારી ( રજાક બુખારી) કામથી ગયેલા હતો ત્યારે સાંજના સવા પાંચેક વાગ્યે મહિલા ઉમાવીલેજ સોસાયટી મહેન્દ્રનગર મોરબી વાળી તથા તેના પાડોશમાં રહેતા કાનાભાઇની રીક્ષામા બેસીને આવેલ અને આ મહિલા એ હું દુકાનમા ઉભો હોય ત્યાં આવીને મહીલા એકવોકેટને કહેવા લાગેલ કે, તુ મારી ગામમાં શું ખોટી વાતો કરે છે તેમ કહી મને ભુંડી ગાળો આપવા લાગેલ જેથી મે ગાળો આપવાની ના પાડતા મહિલા એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને એકવોકેટ રજાક બુખારી સાથે ઝપાઝપી કરી મારા પીઠમા તેના હાથથી પંજો મારી નખો વડે ઇજા કરેલ અને બન્ને હાથથી ઝપાઝપી કરી મારવા લાગેલ આ દરમીયાન ત્યાં બાજુમા હાજર બોમ્બે મોબાઈલ દુકાન ચલાવતા રફીકભાઇ એજમેરી તથા મેહબુબભાઇ સુમરા બંને આવી જતા વચ્ચે પડેલ અને વકીલને છોડાવ્યા હતા ..

ત્યારે મહિલા એ એકવોકેટને ધમકી આપી કહેવા લાગેલ કે, આજે તો તું બચી ગયો છો ફરી વાર મળીશ તો તને જાનથી મારી નાંખીશ તેમ કહેવા લાગેલ બાદમાં આજુબાજુ મા માણસો આવી જતા આ મહિલા આરોપી ત્યાંથી રીક્ષામા બેસી જતા રહયા હતા આ બનાવ બનવાનું કારણ એ છે કે, રેશમાબેનવા- ઓ ગીરીશભાઈ વિડજા રહે.ઉમાવીલેજ સોસાયટી મહેન્દ્રનગર મોરબી વાળીએ અગાઉ વકીલ રજાક બુખારી વિરુધ્ધમાં ફરીયાદ કરેલ હોય જેમા વકીલ જામીન ઉપર છુટી જતા આ રેશ્માબેનને સારુ નહી લાગતા મહિલા એ એડવોકેટ સાથે ઉગ્ર બોલાચાલી કરી ભુંડી ગાળો આપી ઝપાઝપી કરી પીઠમા હાથથી પંજો મારી નખો વડે ઇજા ફરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

મહિલા એ લવમેરેઝ કર્યા હતા અને હાલે છેલ્લા ત્રણેક વર્ષથી તેના પતિએ તેને છોડી મુકતા ફેમીલી કોર્ટમા ભરણપોષણનો કેશ ચાલુ છે તેમજ આરોપી મહિલા સુલેહશાંતીનો ભંગ કરવા ટેવાયેલા હોવાથી તાજેતરમા મોરબી બી ડિવિઝનમા બે અને તાલુકા પોલીસ સ્ટેશને સહિત ત્રણ વખત પોલીસે અટકાયતી પગલા લીધા હોય અને વકીલે તેમજ તેની બાજુમા રહેતા બાવાજી પરીવારે આ આરોપી મહિલાના ત્રાસથી મોરબી જીલ્લા પોલીસવડાને પણ રુબરુ મળીને લૈખીત રજુઆત કરી હોવા છતા એકવોકેટ પર હુમલો કર્યો આવા આરોપીની હદપારી કે પાસા કરવી જોઈએ તેવુ વકીલોમા ચર્ચાય રહયુ હતુ








