લીંબડીના બળોલ ગામના તળાવમાં ડૂબી જતાં બે કિશોરોના મોત નિપજતાં ગામમાં શોકનો માહોલ સર્જાયો.

તા.29/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના બળોલ ગામ ખાતે માલધારી સમાજમાં અરેરાટી ફેલાઈ તેવી ઘટના સામે આવી છે માલધારી સમાજના બે તરૂણ પોતાના ઢોર લઈ અને સીમમાં ચઢાવવા માટે ગયા હતા ત્યારે તળાવમાં પાણી જોઈ અને ભેંસો પાણીમાં જતી રહી હતી તેવા સમયે પાણીમાંથી ભેંસોને કાઢવા માટેના પ્રયત્નો કર્યા હતા પરંતુ ઉનાળાની ગરમીના કારણે પાણીમાં ગયેલી ભેંસો બહાર આવી ન હતી ત્યારે આ બંને તરૂણ ભાઇઓ ભેંસોને બહાર લાવવા માટે તળાવમાં પડતા બંને યુવાનો ભેંસો બહાર આવે પહેલા જ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા આજુ બાજુમાં જાણકારી મળતાની સાથે જ લોકો દોડી આવ્યા હતા પરંતુ તળાવની અંદર શોધખોળ કરવા છતાં કલાકોની કલાકો સુધી બંનેના મૃતદેહ મળ્યા નહોતા ત્યારબાદ મહા મહેનતે તરવૈયાઓ એ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા ત્યારે જ્યાં ઘટના બની હતી ત્યાં માલધારી સમાજના ટોળેટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને શોકની લાગણી છવાઈ જેવા પામી હતી બંને યુવાનના વૃદ્ધ તેઓ બહાર કાઢી અને હાલમાં પીએમ માટે બગોદરા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે અને આ અંગેની જાણકારી મળતા લીમડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી રહી છે ત્યારે બંને મૃતકોમાં હર્ષદ ડાંગર અને પ્રવીણ ડાંગર હોવાનું બહાર આવ્યું છે માલધારી સમાજમાં આ ઘટનાને લઇ અને શોકની લાગણી છવાઈ જવા પામી છે લીમડીના બળોલ ગામમાં બે બાળકોના તળાવમાંથી ભેંસોને બહાર કાઢી રહ્યા હતા આ દરમિયાન કિશોરો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા બીજી તરફ એક જ ઘરમાં પરિવારના કારણે શોકનો માહોલ છવાઈ ગયો છે બળોલ ગામમાં ગુરૂવારે બે બાળકો બાળકો તળાવમાંથી ભેંસોને બહાર કાઢી રહ્યા હતા આ દરમિયાન ઘટના બની હતી જે પછી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જે પછી સુરેન્દ્રનગર જિલ્લા સિવિલ હોસ્પટિલમાં આ બંને બાળકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા બીજી તરફ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જેમાં બાળકોના નામ હર્ષદ બચુભાઈ ડાંગર, ઉંમર 15 વર્ષ અને પ્રવીણ મીઠાભાઈ ડાંગર, ઉંમર 13 વર્ષ છે.આ બંને બાળકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.





