શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણના બે વિદ્યાર્થીઓ એરંડા સ્કોલરશિપ ટેલેન્ટ 2024 માં વિજેતા બન્યા

22 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આરકેમા અને ઇશેદુ પ્રાઇવેટ કંપની લિમિટેડ,જગાણા ના સહયોગથી પાલનપુર અને વડગામ તાલુકાની ચાર હાઈસ્કૂલ વચ્ચે વકતૃત્વ, અને ચિત્ર સ્પર્ધા સરકારી હાઇફૂલ પાલનપુર મુકામે અને મોડેલ મેકિંગ સ્પર્ધા શ્રી જી.જે.હાઈસ્કૂલ, જાલોત્રા મુકામે યોજવામાં આવી હતી.જેમાં વિજેતા બનેલા તમામ વિધ્યાર્થી ઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ બાલારામ પેલેસમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કેસ્ટર ઓઇલ સાથે જોડાયેલ જાપાન, અમેરિકા, થાઈલેન્ડ, સિંગાપુર જેવા દેશના ડેલીગેટ્સ પણ હાજર રહ્યા હતા. જેમાં શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ નો વિદ્યાર્થી રણાવાસીયા હર્ષ પરથીભાઈ એ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું જેને આરકેમા અને ઇશેદુ પ્રાઇવેટ કંપની લિમિટેડના પદાધિકારીઓ તરફથી લેનોવા લેપટોપ, શિલ્ડ અને પ્રમાણપત્ર જયારે શાળાની વિદ્યાર્થીની ચૌહાણ નિધિ ભરતસિંહ એ વકતૃત્વ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું જેને ટેબ્લેટ, શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ આ બંને વિદ્યાર્થીઓને તથા તેમને તૈયાર કરનાર શિક્ષકશ્રીઓને પણ અભિનંદન આપ્યા હતા.