DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રાના મોચીવાડમાં SMCની રેડ દારૂની 3 બોટલ સાથે બે શખ્સો પકડાયા, કુલ ત્રણ સામે ફરિયાદ

તા.28/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો કર્યો હતો જેમાં બે શખ્સો દારૂ, મોપેડ, મોબાઈલ સહિત કુલ રૂપિયા ૩૨,૧૩૦ની મત્તા સાથે ઝડપાયા હતા દારૂ આપનાર ત્રણ સામે ગુનો નોંધાયો છે સ્ટેટ મોનીટરીંગ સેલને ધ્રાંગધ્રાના જકાતનાકા પાસે કાળા કલરનો શર્ટ પહેરેલો શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો જેમાં પોલીસે જઈ દારૂની બોટલની માંગણી કરતા તે શખ્સે બીજા કોઈને ફોન કરતા થોડીવારમાં મોપેડમાં બીજો શખ્સ દારૂ લઈને આવ્યો હતો આથી પોલીસે ધ્રાંગધ્રાના મોહસીન હબીબભાઈ સંધી, આસીફ યાસીનભાઈ કુરેશીને વિદેશી દારૂની ૩ બોટલ કિં.રૂ. ૧,૫૬૦, મોપેડ કિ.રૂ. ૨૦,૦૦૦ મોપેડ, મોબાઇલ ફોન નં ૨ રૂ. ૧૦,૦૦૦ અને ૬૫૦ રોકડા સહિત કુલ રૂપિયા ૩૨,૧૩૦ની મત્તા સાથે ઝડપી લીધા હતા પોલીસની પ્રાથમીક તપાસમાં આ દારૂ અફઝલ ઉર્ફે અજ્જુ જુમાભાઈ માણેકનો હોવાનું તથા તેને વેચાણ માટે આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે બંને શખ્સોને સાથે રાખી અફઝલના ઘરે દરોડો કર્યો હતો પરંતુ અફઝલ કે દારૂ કંઈ પોલીસને હાથ લાગ્યુ ન હતુ આથી બંનેની ધરપકડ કરી ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે પ્રોહીબીશનનો ગુનો નોંધાયો છે બીજી તરફ અફઝલ આ બન્નેને દારૂની બોટલ વેચવા પર કમીશન આપતો હતો જેમાં મોહસીનને રૂ. ૧૦૦ અને અફઝલને રૂ. ૫૦ એક બોટલના વેચાણ પાછળ મળતા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button