બરકાલ ગામે આવેલ શ્રી લીલા ગૌ ધામ ખાતે માં શ્રી નર્મદા મૈયા ને દુગ્ધ ધારા.ચૂંદડી અર્પણ તેમજ મહા આરતી યોજાઇ

વીઓ..શિનોર તાલકાના બરકાલ ગામે આવેલ શ્રી લીલા ગૌ ધામ ખાતે પૂર્ણિમા ના પાવન દિવસે પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજી ની ઉપસ્થિતિ માં નર્મદાજી ના તટ પર નર્મદા મૈયા ને દુગ્ધ ધારા, ચૂંદડી અર્પણ અને મહા આરતી કરાઇ હતી.
કાર્યક્રમ નો આરંભ બટુક બ્રાહ્મણ દ્વારા વેદિક મંત્રોચાર કરાયો હતો.
ત્યાર બાદ શ્રીજીની અનુપમ પ્રેરણા અને દિવ્ય સાનિધ્યમાં પધારેલા શ્રદ્ધાળુઓ દ્વારા સામૂહિક નર્મદા તટની સફાઈ કરી હતી અને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો.
કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત કરજણ શિનોર નાં ધારા સભ્ય અક્ષય પટેલ.શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ. રાજપીપલા જિલ્લા ની જેલના જેલર આર .બી.મકવાણા સાહેબ.સહકારી આગેવાન વિકાસ પટેલ. ઉતરાજ ગામના સરપંચ જીગા ભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ શ્રી લીલા ગૌ ધામની અનુભવનિષ્ઠ ગવ્યધા ડૉક્ટરોની ટીમ દ્વારા દર્દીઓની પ્રાથમિક સારવાર કરી, ગૌ ઉત્પાદનો થી નિર્મિત પંચગવ્ય ઔષધીઓ આદિનું વિતરણ કરાયું.
જેમાં કમર, ઘૂંટણ અને સર્વાઇકલ જેવા દર્દીઓએ લાભ લીધો હતો.
ફૈઝ ખત્રી..શિનોર