
તા.૪/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે અમરાપુર શૈક્ષણિક સંસ્થા ખાતે તા. ૫ ઓગસ્ટે સવારે ૯ થી સાંજે ૫ સુધી નિષ્ણાંત ડોક્ટરો સાથે કેમ્પનું આયોજન કરવામાં આવશે, જેના આયોજન અંગે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ અમરાપુર શૈક્ષણિક સંસ્થા ખાતે સમીક્ષા બેઠક યોજી હતી અને સ્થળ નિરિક્ષણ કર્યું હતું. આ કેમ્પમાં કિડની, સ્ત્રીરોગ, ઓર્થોપેડીક, બાળ રોગ, ફિઝિશિયન તેમજ કેન્સરના રોગોના નિદાન માટે નિષ્ણાતો સેવા આપશે. આ કેમ્પનો જસદણ, વિંછીયા તાલુકાના ૧૦૫ ગામમાંથી આશરે ૧૫૦૦થી ૨૦૦૦ લોકો લાભ લેશે. તેમજ ૨૨ પ્રકારની અલગ અલગ લેબ તપાસ કરાશે. જેમાં હાઈપર ટેન્શન, ડાયાબિટીસ સહિતના રોગોની સારવા માટે આશરે ત્રીસ જેટલા નિષ્ણાત તબીબો સેવા આપશે.

આ બેઠકમાં જસદણ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.સી.કે.રામ, વિંછીયા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. રાજા ખાંભલા સહિતના આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








