રાજકોટથી ડ્રગ્સ વેચવા આવેલી મહિલાના બે દિવસના રિમાન્ડ મંજૂર, ડ્રગ્સનું પગેરૂ સુરત સુધી લંબાયુ.

તા.01/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રાજકોટથી ડ્રગ્સ વેચવા માટે આવેલી મહિલાને રૂ.86650ના જથ્થા સાથે સુરેન્દ્રનગર માંથી એસઓજી ટીમે પકડી લીધી હતી ત્યારે આ મહિલાના બે દિવસના રિમાન્ડ પર પોલીસે તપાસ હાથ તેના મૂળ સુધી પહોંચવા સુરતમાં તપાસ શરૂ કરી છે સુરેન્દ્રનગરમાં કોઇ ખાનગી રાહે ડ્રગ્સની હેરાફેરી કરતું હોવાની હકીકત મળતા જિલ્લા પોલીસવડા ગિરિશ પંડ્યાની સૂચનાથી એસઓજી પીઆઇ એચ જે ભટ્ટ તથા તેમની ટીમે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી જેમાં સોમવારે સુરેન્દ્રનગરના મફતીયા પરામાં દરોડો કરતા ડ્રગ્સ વેચવા માટે આવેલા રાજકોટ આણંદનગર બ્લોકનં 7, ક્વાટર નં. 287માં રહેતી રીના ઉર્ફે ફાતીમા રણજીતભાઇ ગોહેલને પકડી લીધી હતી તેની પાસેથી કુલ રૂ. 86650 નો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ તપાસમાં ડ્રગ્સનો જથ્થો તે સુરત એ.કે. રોડ ઉપરથી લાવી હોવાનું ખૂલ્યુ હતું મહિલા સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા વધુ તપાસ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એમ.એમ. શેખ ચલાવી રહ્યા છે મહિલાના બે દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસની એક ટીમ બનાવીને સુરત બાજુ તપાસ શરૂ કરાયાની વિગતો બહાર આવી હતી.