હવામાન આગાહીના સૂત્ર પ્રમાણે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં જોરદાર પવન સાથે તેમજ વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા નળખંભા ગામે સારલા ધીરુભાઈ ની વાડી માં જોરદાર વીજળી નો કડાકો થયો ત્યારબાદ કમોસમી વરસાદની સાથે બે ભેંસો પર વીજળી પડતા મૃત્યુ થયું હતું .સારલા ધીરુભાઈ અલુભાઈ એક ખેડૂત પરિવાર માંથી આવે છે. તેમજ પશુ આધારિત ગુજરાન ચલાવે છે .આ ઘટના અંગે સરપંચ તથા તલાટી તેમજ પશુ દવાખાને પણ જાણ થતાં તેઓ દોડી ગયા હતા. જોકે વીજળી પડતા લોકોને નુકસાન પહોંચ્યું નથી. સારલા ધીરુભાઈ ની માંગ છે કે બે પશુઓ ના મૃત્યુ થયા હોવાથી સરકાર તરફથી વળતર મળે ચૂકવવામાં આવે એવી અમારી આશા છે.
અહેવાલ,જેસીંગભાઇ સારોલા
( સાયલા)
[wptube id="1252022"]