
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટાકંથારીયા ગામના શહીદ વીર મુકેશભાઈ ડામોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

*જે બી ઉપાધ્યાય ઉ માધ્યમિક શાળા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત મોટાકંથારીયા મુકામે “મેરી મિટ્ટી મેરા દેશ” અંતર્ગત શહીદોને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો*
આજ રોજ ભિલોડા તાલુકાના અંતરિયાળ ગામ એવા મોટાકંથારીયા ગામે આઝાદીકા અમૃત મહોત્સવ અને ‘મેરી મિટ્ટી મેરા દેશ’અંતર્ગત શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન મોટાકંથારીયા ગામે આવેલ શ્રી જે બી ઉપાધ્યાય ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ, આચાર્યશ્રી અને સ્ટાફ પરિવાર અને ગ્રામજનો અને શાળાના વિધાર્થીઓ દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું અને રેલી સ્વરૂપે વાંકાટીમ્બા ચાર રસ્તા ખાતે મોટાકંથારીયા ગામના ડામોર અમરાભાઇના સપૂત શહિદવીર મુકેશભાઈ ડામોરના સ્મારકે દેશ નારા ના સુત્રોચાર સાથે પરિવારની હાજરીમા શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હતા અને પુરા શ્રદ્ધાસુમન સાથે શાળાના બાળકો દ્વારા શહીદ વીરને રાષ્ટ્રગીત ગાઈ સલામી અર્પણ કરાઈ હતી, ત્યારબાદ સ્વછતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મુ,શિક્ષકશ્રી આર વી પટેલ, વી.એમ.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું









