
20 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા બ્યુરો
પાલનપુર: દરેક માં-બાપ ને એટલે કે પેરેન્ટ્સને પોતાના બાળકો આદર્શ બને તેવી ઈચ્છા હોય છે. પણ બાળકોને આદર્શ બનાવતા પહેલા પેરેન્ટસ તરીકે પહેલા આપણે આદર્શ બનવું જરૂરી છે! છોકરાઓ માટે તો શાળાઓ છે, જયારે એક આદર્શ પેરેન્ટ્સ થવા માટે કોઈ શાળા છે? પેરેન્ટ્સને મૂંઝવતા ઘણા પ્રશ્નો જેવાકે બાળકોને ભણતર તો સારામાં સારુ આપીએ છીએ પણ ઘડતરનું શું? એ કેવી રીતે આપીશું? બાળકો આપણી પાસેથી ખરેખર શું ઈચ્છે છે એ ક્યારે જાણીશું? આવા તમામ પ્રશ્નોના સમાધાન માટે સેફ્રોની કોલેજ, મહેસાણા દ્વારા ‘પેરેન્ટ્સ પાઠશાળા’ નામનો અદ્ભૂત શો આ રવિવારે પાલનપુરમાં રોટરી ક્લબ હોલ ખાતે સાંજે 5:00 થી 6:30 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ, ગાંધીનગર, મેહસાણા, અમરેલી વગેરે જેવા સ્થળોએ આ શોનો અત્યાર સુધી એક લાખથી પણ વધુ વાલીઓએ લાભ લીધો છે. રજીસ્ટ્રેશન નિ:શુલ્ક રીતે કરવામાં આવનાર છે. વાલીજનોને રજીસ્ટ્રેશન કરવા માટે 8140070003 નંબર પર વોટ્સએપ કરવાથી થઈ શકશે.