BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક ખાતે પાલનપુરના ટીઆરબી (TRB) જવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

22 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ફરજ બજાવતા ટી.આર.બી જવાનોએ બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ફરજ ઉપર ચાલુ રાખવા રજૂઆત કરી હતી.ગુજરાત રાજ્યના ડી.જી.પી વિકાસ સહાય દ્વારા ગુજરાત રાજ્યમાં ઘણા સમયથી ફરજ બજાવતા ૬,૪૦૦ જેટલાં ટી.આર.બી જવાનોને છુટા કરવાના પરિપત્રને લઈ ટી.આર.બી જવાનો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા ઘણા વર્ષોથી ટી.આર.બી જવાન તરીકે ફરજ બજાવતા ટી.આર.બી જવાનોને ફરજ પરથી દૂર કરવાના ગુજરાત રાજ્યના ડી.જી.પી વિકાસ સહાય ના પરિપત્રથી ટી. આર.બી જવાનો નારાજ જોવા મળી રહ્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પણ ટી.આર.બી જવાન તરીકે ફરજ બજાવતા જવાનોએ બનાસકાંઠા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી તેઓને ફરજ ઉપર ચાલુ રાખવા વિનંતી કરી હતી આ બાબતે ટી.આર.બી જવાન અજીતસિંહ એ જણાવ્યું હતું કે છેલ્લા દસથી બાર વર્ષથી અમે બનાસકાંઠા જિલ્લામાં ટી.આર.બી જવાન તરીકે ફરજ બજાવીએ છીએ સરકાર દ્વારા અમોને અચાનક જ છુટા કરી દેવાનો નિર્ણય કરાયો છે જેથી અમારી સરકારને એટલી વિનંતી છે કે અમોને ફરજ ઉપર પરત લઈ લેવામાં આવે જેથી કરી અમે અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ મોટી સંખ્યામાં ટી.આર.બી જવાનો કલેકટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

[wptube id="1252022"]
Back to top button