
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં આર્ચરી જેવી રમતને પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓ રમતમાં રસ દાખવી, કૌશલ્યનો વિકાસ કરે તે હેતુથી તારીખ 23/04/2024નાં રોજ સાપુતારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. આર્ચરીને ડાંગ જિલ્લામાં વધારે વેગ મળે એના માટે એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.ત્યારે બાળકો અને શિક્ષકોને આર્ચરીની તાલીમ આપવામાં આવી હતી અને આ કૌશલ્યનો વિકાસ કઈ રીતે કરવો તે અંગેની સમજ પણ આર્ચરીનાં નિષ્ણાત કોચ દ્વારા પૂરી પાડવામાં આવી હતી..
[wptube id="1252022"]





